બાબરી મસ્જિદ વિધ્વંસ પહેલાંનું અયોધ્યા જોઈએ : મુસ્લિમ પક્ષની માગણી

15 October, 2019 02:28 PM IST  |  મુંબઈ ડેસ્ક

બાબરી મસ્જિદ વિધ્વંસ પહેલાંનું અયોધ્યા જોઈએ : મુસ્લિમ પક્ષની માગણી

નવી દિલ્હી : (જી.એન.એસ.) સુપ્રીમ કોર્ટમાં રામ-જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની આખરી સુનાવણી ચાલી રહી છે. કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવને સોમવારે પોતાની દલીલો મૂકી હતી. પોતાની દલીલો રજૂ કરતાં રાજીવ ધવને કહ્યું કે ‘અમને પાંચ ડિસેમ્બર ૧૯૯૨ જેવું અયોધ્યા જોઈએ, જે બાબરી મસ્જિદ વિધ્વંસ પહેલાંનું હતું. હવે આજથી હિન્દુ પક્ષ પોતાનો મત રજૂ કરશે.

મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને અદાલતમાં કહ્યું કે શ્રદ્ધાથી જમીન મળતી નથી. સ્કંધ પુરાણથી અયોધ્યાની જમીનનો હક મળતો નથી. તેઓએ કહ્યું, જો બૅન્ચ મોલ્ડિંગ ઑફ રિલીફના આધારે કોઈ એક પક્ષને માલિકીનો હક આપીને અન્ય વિકલ્પ આપે તો મુસ્લિમ પક્ષકારોનો જ પક્ષ ગણાશે.
કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી દલીલો મૂકવા જવાનો સોમવારે છેલ્લો દિવસ હતો. આ કેસની સુનાવણી ૧૭ ઑક્ટોબરે પૂર્ણ થવાની છે. ૧૪ ઑક્ટોબરે મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. ૧૫-૧૬ ઑક્ટોબરે હિન્દુ પક્ષે પોતાના તર્ક મૂકવાના છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે જ્યારે અયોધ્યા મામલે સુનાવણી શરૂ થઈ તો રાજીવ ધવને મુસ્લિમ પક્ષ તરફથી દલીલો મૂકી. રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે શ્રદ્ધાથી જમીન મળતી નથી. સ્કંધ પુરાણથી અયોધ્યાની જમીનનો હક મળતો નથી. હિન્દુ પક્ષ સતત કોર્ટમાં શ્રદ્ધા અને પુરાણોનો ઉલ્લેખ કરી રહ્યા છે.
આ સિવાય રાજીવ ધવન તરફથી સુપ્રીમ કોર્ટમાં કેટલાક પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા. તેમણે કોર્ટમાં કહ્યું કે તમે હંમેશાં અમને (મુસ્લિમ પક્ષને) પ્રશ્ન કરો છો જ્યારે તેમને (હિન્દુ પક્ષને) પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા નથી. જોકે, કોર્ટ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

supreme court national news