હિમાલયમાં હિમ માનવ હોવાનો પુરાવો! સૈન્યએ શૅર કર્યા ફોટા

30 April, 2019 10:43 AM IST  |  દિલ્હી

હિમાલયમાં હિમ માનવ હોવાનો પુરાવો! સૈન્યએ શૅર કર્યા ફોટા

હિમ માનવ એટલે કે યેતિના હોવા ના હોવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કટેલીક વાર દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં હિમ માનવ દેખાયો હોવાની ઘટનાઓ સામે આવતી રહી. જો કે તેના કોઈ પુરાવા નહોતા મળ્યા. સદીઓથી માન્યતા છે કે હિમાલયની ગુફાઓમાં આજે પણ હિમ માનવ રહે છે. જો કે તેના કોઈ પાક્કા પુરાવા નહોતા મળી રહ્યા. ત્યારે હવે પહેલીવાર ભારતીય સૈન્યએ હિમ માનવ હોવાનો દાવો કર્યો છે.

ભારતીય સૈન્યએ પહેલીવાર હિમ માનવની હાજરી અંગેના પુરાવા રજૂ કર્યા છે. સૈન્યના જવાનોને હિમાલયમાં હિમ માનવ યેતિના પગના નિશાન મળી આવ્યા છે. જેને સૈન્યએ ટ્વિટર પર શૅર કર્યા છે. ફોટામાં હિમાલયના પહાડોમાં પગના મોટા મોટા નિશાન દેખાઈ રહ્યા છે. મનાઈ રહ્યું છે કે આ નિશાન હિમ માનવ ઉર્ફે યેતીના જ છે. સૈન્યએ કુલ આવા 3 ફોટા શૅર કર્યા છે.

 સૈન્યના ટ્વિટમાં ઉલ્લેખ છે કે,'પહેલીવાર ભારતીય સૈન્યના પર્વતારોહણ અભિયાન દળે 9 એપ્રિલ 2019નાા રોજ મકાલૂ બેઝ કેમ્પ પાસે 32 બાય 15 ઈંચના યેતિના પગના રહસ્યમય નિશાન જોયા છે.' આ માયાવી હિમ માનવ પહેલા મકાલૂ-બરુન નેશનલ પાર્કમાં પણ દેખાયું હતું.

આ પણ વાંચોઃ ભારતમાં થઈ શકે છે પુલવામા કરતા પણ મોટો આતંકી હુમલો, રિપોર્ટમાં ખુલાસો

ઉલ્લેખનીય છે કે હિમ માનવ યેતી હિમાલયમાં રહેતું સૌથી રહસ્યમ પ્રાણી છે. મોટા ભાગે યેતિ નેપાળ અને તિબેટના હિમાલય ક્ષેત્રમાં દેખાવાની ઘટનાઓ સામે આવી છે.

indian army national news