વૅક્સિનનો સૌથી વધુ વેડફાટ લક્ષદ્વીપ, હરિયાણા, આસામમાં

10 May, 2021 01:48 PM IST  |  New Delhi | Agency

દેશમાં એક તરફ કોરોના વાઇરસની બીજી ઘાતક લહેર વચ્ચે વૅક્સિનની તંગી છે ત્યાં બીજી બાજુ ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે જ્યાં રસીના ડોઝનો સૌથી વધુ બગાડ નોંધાયો છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં એક તરફ કોરોના વાઇરસની બીજી ઘાતક લહેર વચ્ચે વૅક્સિનની તંગી છે ત્યાં બીજી બાજુ ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવાં છે જ્યાં રસીના ડોઝનો સૌથી વધુ બગાડ નોંધાયો છે. આ ૧૦ રાજ્યોમાં સતત બીજા દિવસે લક્ષદ્વીપ ટાપુ, હરિયાણા અને આસામનો સમાવેશ છે. લક્ષદ્વીપમાં સૌથી વધુ ૨૩ ટકા રસી વેડફાઈ છે.

જ્યાં વૅક્સિનના ડોઝનો સૌથી વધુ વેડફાટ થયો છે એવાં બાકીનાં સાત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજસ્થાન, પંજાબ, બિહાર, દાદરા નગર હવેલી, મેઘાલય, તામિલનાડુ અને મણિપુરનો સમાવેશ થાય છે. દરમ્યાન, દિલ્હી તથા ઉ.પ્રદેશમાં ૧૭મી સુધી લૉકડાઉન લંબાવાયું છે, જ્યારે તામિલનાડુ, રાજસ્થાન, મિઝોરમમાં આજથી અમલમાં આવી રહ્યું છે.

national news haryana assam coronavirus covid19