આવતા મહિને આટલા જ દિવસ બૅન્કો ખુલ્લી રહેશે

28 September, 2020 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આવતા મહિને આટલા જ દિવસ બૅન્કો ખુલ્લી રહેશે

ફાઈલ તસવીર

ઑક્ટોબરથી સામાન્ય રીતે તહેવારની સીઝન શરૂ થતી હોવાનું કહેવાય છે. આ મહિને ઘણી રજાઓ આવવાની છે જેથી બૅન્કો પણ બંધ રહેશે. આથી સલાહ છે કે તમારા બૅન્કના દરેક જરૂરી કામ પતાવી દેજો કારણ કે આવતા મહિને બૅન્ક ખાસા દિવસ બંધ રહેવાની છે.

આવતા મહિને ગેઝેટ, સ્થાનિક અને બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજાઓ રહેશે. જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પુરતા નાણાંની વ્યવસ્થા રહેશે અને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પણ ચાલું રહેશે જેનાથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોમ્બરે ગાંધી-શાસ્ત્રી જયંતીથી થશે જે આ વખતે શુક્રવારે છે.

ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ અનુસાર ઑક્ટોબર મહિનામાં દુર્ગા પુજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/ લક્ષ્‍મી પુજા, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી, મહર્ષિ વાલ્મીકિ જયંતી/ કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ અલગ રાજ્યોમાં બેન્કોને રજા રહેશે.

આવતા મહિનાના બૅન્ક હૉલી ડે

 જોકે બૅન્કોની આ રજાઓ અલગ અલગ રાજ્ય અને અલગ અલગ તહેવારોની છે. જે રાજ્યોમાં સ્થાનીક રજા છે તેમ સિવાય અન્ય રાજ્યોમાં બેન્કિંગ કામકાજ સામાન્ય રીતે રહેશે.

reserve bank of india national news