કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, કાસરગોડમાં રેડ અલર્ટ

20 July, 2019 02:44 PM IST  |  કેરળ

કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, કાસરગોડમાં રેડ અલર્ટ

કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

કેરળમાં હવામાન વિભાગે શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. કેરળના અનેક કિસ્સાઓમાં અનેક માછીમારો લાપતા હોવાની ખબર છે. ભારે વરસાદ બાદ ઈડુક્કી જિલ્લામાં સ્થિત કલ્લારકુટ્ટી બંધના શટર ખોલી દેવામાં આવ્યા છે.

સ્થિતિને જોતા રાજ્ય સરાકેર આખા રાજ્યમાં અનેક રાહત શિબિરોની સ્થાપના કરી છે. લાપતા થયેલા સાત માછીમારોમાં 3 કોલ્લમના નીન્દકારા અને 4 તિરુવનંતપુરમ જિલ્લાના વિઝિનજાના બતાવવામાં આવી રહ્યા છે. કેરળના સ્થાનિક અધિકારીઓએ શનિવારે રાજ્યમાં ભારે વરસાદને લઈને અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના પ્રમાણે આગામી કેટલાક દિવસો બાદ અલગ-અલગ હિસ્સાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એ સિવાય ઈડુક્કી, કન્નૂર, કોઝિકોડ, મલપ્પુરમ અને વાયનાડમાં શનિવાર માટે નારંગી ચેતવણી જાહેર કરવામાં આવી છે.


સતત વરસાદના કારણે રાજ્યના અનેક બાંધ ખતરાના નિશાનથી ઉપર પાણી વહી રહ્યું છે. પાણીને નિયંત્રિત કરવા માટે ઈડુક્કીમાં મલંકરા બંધના બે દરવાજા અને એર્નાકુલમના ભુતગથાનકેતુ બંધના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો

કિનારાના વિસ્તારમાં રહેલા પરિવારોને રાહત શિબિરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કન્નૂરમાં થાવકારા રેલ્વે સ્ટેશન પાસેના અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે. વૃક્ષો પણ ઉખડી ગયા છે.

kerala national news