23 February, 2026 10:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત આખામાં મોસમ હવે બદલાઈ રહી છે. એક તરફ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અલર્ટ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ ઉત્તર ભારતના અનેક હિસ્સામાં ગરમીની અસર દેખાવા લાગી હતી. ગઈ કાલે તામિલનાડુ અને દક્ષિણ કેરલામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
ભારતીય મોસમ વિભાગ અનુસાર દક્ષિણ–પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણને કારણે પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી, દાર્જીલિંગ અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે.
ઉત્તર ભારતમાં ગરમીની અસર વધી રહી છે અને આજે અને આવતી કાલે દિવસનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. સવારના સમયે હલકા ધુમ્મસની સાથે આકાશ સાફ રહેશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉત્તર ભારતમાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક હિસ્સાઓમાં તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં ગરમીની અસર વર્તાવા લાગશે.