દિવાળીના દિવસે હરિયાણામાં શપથ લેશે ભાજપ-જેજેપી સરકાર...

26 October, 2019 05:23 PM IST  |  ચંડીગઢ

દિવાળીના દિવસે હરિયાણામાં શપથ લેશે ભાજપ-જેજેપી સરકાર...

મનોહરલાલ ખટ્ટર(તસવીર સૌજન્યઃ ANI)


હરિયાણામાં રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ મનોહરલાલ અને દુષ્યંત ચૌટાલાને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચુંટાયા બાદ મનોહરલાલ ખટ્ટરે દુષ્યંત ચૌટાલા સાથે રાજ્યપાલની મુલાકાત કરી. તેમણે રાજ્યપાલ સામે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. રાજ્યપાલે તેને સ્વીકાર કર્યો છે અને તેમને નવી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. નવી ભાજપ - જેજેપી સરકાલ રવિવારે સવા બે વાગ્યે શપથ લેશે.

રાજ્યપાલને મળ્યા બાદ મનોહરલાલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે તેમણે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથે મુલાકાત કરી. તેમણે સૌથી પહેલા રાજ્યપાલને મુખ્યમંત્રી પદ પરથી પોતાનું રાજીનામું આપ્યું. જેને રાજ્યપાલે સ્વીકાર કર્યું. જે બાદ તેમણે અને દુષ્યંતે નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમણે રાજ્યપાલને સમર્થક ધારાસભ્યોની યાદી પણ આપી. જે બાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું.


મનોહરલાલે જણાવ્યું કે રવિવારે દિવસમાં સવા બે વાગ્યે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ હશે. જેમાં તેઓ મુખ્યમંત્રી તરીકે અને દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલને મળવા પહોંચ્યા ત્યારે તેમની સાથે રવિશંકર પ્રસાદ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ, હરિયાણા ભાજપના પ્રભારી ડૉ. અનિલ જૈન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા પણ હતા. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ દિવાળીના દિવસે હશે.

બીજી તરફ દુષ્યંત ચૌટાલાના પિતા ડૉ. અજય સિંહ ચૌટાલાને તિહાર જેલમાંથી 14 દિવસની ફર્લો મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજય ચૌટાલા નવી સરકારના શપથ ગ્રહણમાં સામેલ થશે. અજય ચૌટાલા જેટીબી શિક્ષક ભરતી મામલામાં તિહાર જેલમાં 10 વર્ષની સજા કાપી રહ્યા છે.

આ પણ જુઓઃ જાણો તબલાવાદકથી ખ્યાતિપ્રાપ્ત ગાયક સુધીની 'ઓસમાણ મીર'ની સફરને

આ પહેલા યૂટી ગેસ્ટ હાઉસમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મનોહરલાલને વધુ એક નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેમને સર્વ સહમતિથી ભાજપના ધારાસભ્યના નેતા ચૂંટવામાં આવ્યા. જે બાદ તેમણે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો.

haryana bharatiya janata party