✕

આ ટ્રક પર ૨૪૨ ચલાન હતાં અને ૩૫.૪૩ લાખ રૂપિયાનો દંડ બાકી હતો

17 October, 2026 12:29 PM IST  |  Gurugram | Gujarati Mid-day Correspondent

ગુરુગ્રામ ટ્રાફિક-પોલીસે નિયમિત વાહન-તપાસ દરમ્યાન ૪ રાજ્યોમાં ૩૫.૪૩ લાખ રૂપિયાનાં ૨૪૨ બાકી ચલાન ધરાવતી ઉત્તર પ્રદેશમાં રજિસ્ટર્ડ એક ટ્રક જપ્ત કરી હતી. આ ટ્રક સામે છેલ્લાં ત્રણથી ૪ વર્ષમાં આ ચલાન આપવામાં આવ્યાં છે.

૪ રાજ્યોમાં ૩૫.૪૩ લાખ રૂપિયાનાં ૨૪૨ બાકી ચલાન

ગુરુગ્રામ ટ્રાફિક-પોલીસે નિયમિત વાહન-તપાસ દરમ્યાન ૪ રાજ્યોમાં ૩૫.૪૩ લાખ રૂપિયાનાં ૨૪૨ બાકી ચલાન ધરાવતી ઉત્તર પ્રદેશમાં રજિસ્ટર્ડ એક ટ્રક જપ્ત કરી હતી. આ ટ્રક સામે છેલ્લાં ત્રણથી ૪ વર્ષમાં આ ચલાન આપવામાં આવ્યાં છે. રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં એની સામે દંડની રકમનાં ચલાન ફાડવામાં આવ્યાં છે જેમાં દરેકમાં રકમ ૧૪,૦૦૦ રૂપિયાથી ૨૨,૦૦૦ રૂપિયા સુધીની છે.
આ મુદ્દે ટ્રાફિક પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુગ્રામમાં તપાસ દરમ્યાન અત્યાર સુધી આ સૌથી વધુ ચલાન અને દંડની રકમ ધરાવતું વાહન મળી આવ્યું છે. ટ્રક દ્વારા આચરવામાં આવેલા ગુનાઓમાં ઓવરલોડિંગ, નો-એન્ટ્રીમાં પ્રવેશ, સ્પીડિંગ, રેડ-લાઇટ જમ્પિંગ અને નંબર-પ્લેટ વિના વાહન ચલાવવાનો સમાવેશ થાય છે. પોલીસે આ ટ્રક જપ્ત કરી છે અને દંડની રકમ ભર્યા બાદ એને છોડવામાં આવશે. આ ટ્રક ઉત્તર પ્રદેશમાં એક કન્સ્ટ્રક્શન કંપનીના નામે નોંધાયેલી છે.     

haryana rajasthan national news gurugram uttar pradesh uttarakhand