કાશ્મીર મામલે વિદેશી હસ્તક્ષેપ ઇચ્છે છે ગુપકાર ગૅન્ગ : અમિત શાહ

18 November, 2020 01:52 PM IST  |  Srinagar | Agency

કાશ્મીર મામલે વિદેશી હસ્તક્ષેપ ઇચ્છે છે ગુપકાર ગૅન્ગ : અમિત શાહ

અમિત શાહ

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લા અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં વડા મહેબૂબા મુફ્તીએ ‘ગુપકાર ગૅન્ગ ગ્લોબલ થઈ રહી છે, તેઓ ઇચ્છે છે કે કાશ્મીર મામલે વિદેશીઓ હસ્તક્ષેપ કરે. શું સોનિયા અને રાહુલ ગાંધી પણ ગુપકાર ગૅન્ગની ચાલનું સમર્થન કરે છે.’ તેવી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ટિપ્પણી મુદ્દે મંગળવારે તેમના પર પલટવાર કર્યો હતો.

મુફ્તીએ બીજેપી પર ‘યુફેમિઝમ’ અને ‘જૂની પુરાણી પ્રયુક્તિ’નો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે અબદુલ્લાએ શાહની ટિપ્પણીને ચૂંટણી લડવાના જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક પક્ષોના જોડાણના નિર્ણય પરની હતાશા ગણાવી હતી.

અબદુલ્લાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી, આદરણીય ગૃહપ્રધાન દ્વારા કરવામાં આવેલા આ હુમલા પાછળની હતાશા હું સમજી શકું છું. તેઓ એવું સમજતા હતા કે પિપલ્સ અલાયન્સ ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી કરી રહ્યું છે. તેમ કરવાથી બીજેપી અને નવા રચાયેલા કિંગના પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં છૂટો દોર મળી ગયો હોત. અમે તેમને તેમ નહીં કરવા દઈએ.

‘જમ્મુ-કાશ્મીરમાં નેતાઓ ચૂંટણીમાં ભાગ લે અને લોકશાહી પ્રક્રિયાનું સમર્થન કરે તો તેમને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે. સત્ય એ છે કે બીજેપીના સિદ્ધાંતોનો વિરોધ કરનારા તમામ લોકોને ભ્રષ્ટાચારી અને દેશવિરોધી ગણવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ પણ પોતાનો વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે હવે ગઠબંધન કરીને ચૂંટણી લડવું પણ દેશવિરોધી વાત થઈ ગઈ છે.

amit shah national news