પીએમ મોદી અંગે `રાવણ`વાળા નિવેદન પર ભાજપના હુમલા બાદ આવી કૉંગ્રેસની પ્રતિક્રિયા

29 November, 2022 05:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીજેપીના આઈટી સેલના પ્રમુખ માલવીયએ ખડગે તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કહેવાતી રીતે રાવણ સાથે કરવાને લઈને તેના પર નિશાન સાધ્યો હતો.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસે મંગળવારે આરોપ મૂક્યો છે કે બીજેપી નેતા અમિત માલવીય (Amit Malviya)એ તેના (કૉંગ્રેસના) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને `ફ્રિન્જ` (Fringe, તુચ્છ) કહીને દલિત વિરોધી કર્યા છે. જે ભાજપની માનસિકતા બતાવે છે.

હકિકતે, બીજેપીના આઈટી સેલના પ્રમુખ માલવીયએ ખડગે તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કહેવાતી રીતે રાવણ સાથે કરવાને લઈને તેના પર નિશાન સાધ્યો હતો. ત્યાર બાદ કૉંગ્રેસના મીડિયા તેમજ પ્રચાર પ્રમુખ પવન ખેડા અને સોશિયલ મીડિયા પ્રમુખ (Social Media) સુપ્રિયા (શ્રીનેતે માલવીય પર પલટવાર કર્યો.

સુપ્રિયાએ કહ્યું કે બીજેપી બંધ કરે દલિત વિરોધી વિષ ઘોળવાનું
ખેડાએ માલવીયના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું, "તે (બીજેપી) આ તથ્યને પચાવી કેમ નથી શકતી કે એક દલિત કૉંગ્રેસના નિર્વાચિત અધ્યક્ષ બની ગયા? તેમને `ફ્રિન્જ` કહેવું બતાવે છે કે તમે અને તમારી પાર્ટી દલિતો વિશે શું વિચારે છે?"

સુપ્રિયા શ્રીનેતે કહ્યું, "તમારામાં એટલી આવડત છે કે એક વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવનાર અને છેલ્લા 55 વર્ષથી ચૂંટણી જીતનાર વ્યક્તિને `ફ્રિન્જ` કહેવામાં આવે. અમને કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે ખડગેજી પર ગર્વ છે. હવે સમય છે કે તમે લોકો દલિત વિરોધી વિષ ઘોળવાનું બંધ કરી દો. તમારી હજી વધારે ખોટી માહિતી ફેલાવનારી બ્રિગેડ `ફ્રિન્જ` છે."

ખડગેએ પીએમ મોદીને કહ્યું રાવણ
આ પહેલા, માલવીયે ખડગેને એક ભાષણ સાથે જોડાયેલો વીડિયો શૅર કરીને ટ્વીટ કર્યું, "ગુજરાત ચૂંટણીમાં મુકાબલો કરવામાં અસમર્થ રહ્યા બાદ હવે `ફ્રિન્જ` સુધી પહોંચ્યા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શબ્દો પર પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠા અને વડાપ્રધાનને `રાવણ` કહી દીધા." તેમણે આરોપ મૂક્યો છે કે `મોતના સોદાગર`થી લઈને `રાવણ` સુધી, કૉંગ્રેસે ગુજરાત અને તેના દીકરાનું અપમાન કરવાનું ચાલુ રાખ્યું છે.

ખડગેએ કેમ કહ્યા પીએમ મોદીને રાવણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. હકિકતે ગુજરાતમાં એક રેલીને સંબોધિત કરતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને વોટ માગવા પર તેમના ચહેરા મામલે કટાક્ષ કર્યો. કટાક્ષ કરતા ખડગેએ કહ્યું, "મોદીજી પ્રધાનમંત્રી છે. તે કામ છોડીને નગર નિગમની ચૂંટણી, MLAની ચૂંટણી, MPની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દર વખતે પોતાની જ વાત કરે છે. તમે અન્ય કોઈને ન જુઓ, મોદીને જોઈને વોટ આપો. તમારું મોં કેટલીવાર જોઈએ? તમારા કેટલા રૂપ છે? શું રાવણની જેમ 100 મુખ છે?"

આ પણ વાંચો : Gujarat Election: લ્યો બોલો! ગુજરાતના આ ગામમાં પ્રચાર માટે નેતાઓને `No Entry`

બીજેપીએ કર્યા પલટવાર
ખડગેના નિવેદન પર બીજેપી હુમલાવર થઈ. બીજેપી નેતા અમિત માલવીયએ પલટવાર કરતા કહ્યું કૉંગ્રેસ પાર્ટી પર પીએમ મોદીનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસના રાષ્ટ્રી. અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત ચૂંટણીનું તાપમાન સહી નથી શકતા. આ કારણે તેમણે પોતાના શબ્દો પરનું નિયંત્રણ ગુમાવી દીધું અને મોદીને રાવણ કહ્યા. સંબિત પાત્રાએ પણ આ નિવેદનને લઈને પલટવાર કર્યો અને કહ્યું ગાંધી પરિવારને પીએમ મોદી પ્રત્યે નફરત છે. પીએમ મોદીને ક્રૂર, વાનર અને રાક્ષસ સુદ્ધા કહેવામાં આવ્યા છે.

national news Gujarat Congress congress bharatiya janata party gujarat election 2022 gujarat elections