17 June, 2025 08:13 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
બિહારના સીતામઢીમાં સીતામાતાના પ્રાકટ્યસ્થળમાં મા જાનકીનું ભવ્ય મંદિર
અયોધ્યામાં રામ મંદિરની જેમ બિહારના સીતામઢીમાં સીતામાતાના પ્રાકટ્યસ્થળમાં મા જાનકીનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિર માટે ૧૨ એકર જમીન પણ ફાળવવામાં આવી છે. આ મંદિરના નિર્માણમાં ૫૧ શક્તિપીઠોમાંથી જળ અને માટી લાવવામાં આવશે અને એનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ મંદિરમાં હનુમાનજીની ૧૦૮ ફુટ ઊંચી પ્રતિમા પણ લગાવવામાં આવશે. બિહાર સરકારે રામાયણ રિસર્ચ કાઉન્સિલને જમીન ફાળવી છે. અયોધ્યામાં રામ મંદિર બનાવનારા આર્કિટેક્ટ આશિષ સોમપુરા આ મંદિરનું મૉડલ તૈયાર કરશે.