કર્ણાટકનું નાટકઃવજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને આપ્યું સરકાર રચવાનું આમંત્રણ

26 July, 2019 12:46 PM IST  |  કર્ણાટક

કર્ણાટકનું નાટકઃવજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને આપ્યું સરકાર રચવાનું આમંત્રણ

તસવીર સૌજન્યઃ ANI

ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ શુક્રવારના રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે હું હમણા જ રાજ્યપાલને મળીને આવ્યો છું. હું આજે સાંજે છ વાગ્યે મુખ્યમંત્રીની શપથ લઈશ. યેદુરપ્પાએ 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડશે.


કર્ણાટકમાં ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ગુરૂવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું અને આગામી રણનીતિ નક્કી કરી. ત્યાં જ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે બે અપક્ષ ધારાસભ્યો આર. શંકર અને એચ. નાગેશને તેમની અરજી પાછી લેવાની મંજૂરી આપી. અરજીમાં કુમારસ્વામી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મત પર તાત્કાલિક શક્તિ પરીક્ષણ કરાવવાના નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ જુઓઃ રાજકોટ પાસેની આ જગ્યાઓની મુલાકાત તમે લીધી?

આ વચ્ચે, રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે હાલની રાજનૈતિક સ્થિતિમાં કોઈ પણ સ્થિર સરકાર નહીં આપી શકે. ત્યાં જ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયાએ મીડિયામાં આવેલા એ ખબરોને ફગાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કુમારસ્વામીના નેતૃત્વ વાળી ગઠબંધન સરકારના અસ્થિર કરવા માટે તેમણે જ નારાજ ધારાસભ્યોને રાજીનામું આપવા માટે ઉકસાવ્યા હતા.

karnataka national news