લાખો ફ્લેટ ધારકોનું સપનું થશે પુરું,અધુરા પ્રોજેક્ટ્સને સરકાર આપશે પૈસા

14 September, 2019 05:29 PM IST  |  નવી દિલ્હી

લાખો ફ્લેટ ધારકોનું સપનું થશે પુરું,અધુરા પ્રોજેક્ટ્સને સરકાર આપશે પૈસા

સરકારની હાઉસિંગ માટે મહત્વની જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે ઘણી મોટી જાહેરાતો કરી. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અફોર્ડેબલ હાઉસિંગને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મિડલ ઈનકમ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ખાસ વિંડો બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પોતાની જાહેરાતોમાં તેમણે અફોર્ડેબલ હાઉસિંગ માટે સરળ ગાઈડલાઈન બનાવવાની વાત પણ કરી. સીતારમણે હાઉસિંગ સેક્ટર માટે 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ આપવાની પણ જાહેરાત કરી. હાઉસિંગ સેક્ટર માટે 10 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રોજેક્ટ NPA કે NCLTમાં ન હોય અને 60 ટકા પૂર્ણ થયા બાદ લટકી ગયા હોય તેને પૂર્ણ કરવા માટે સરકારે સહાય કરવાની પણ જાહેરાત કરી છે.


સ્પેશિયલ વિંડોમાં નિષ્ણાંતો કરશે કામ
ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિંડો બનાવવામાં આવશે. જે માટે એક્સપર્ટ લોકોને રાખવામાં આવશે. જેનાથી લોકોને ઘર લેવામાં સરળતા રહેશે અને લોન પણ સરળતાથી મળી શકશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે આ બજેટમાં અનેક કદમ ઉઠાવી ચુક્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1.95 કરોડ લોકોને તેનો લાભ મળ્યો છે. 45 લાખની કિંમત વાળા ઘરોને અફોર્ડેબલ હાઉસિંગમાં નાખવાનો લાભ મળ્યો છે. આ સ્કીની ક્ષેત્રના અનેક નિષ્ણાંતો પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ જુઓઃ હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

3.5 લાખ ઘરને થશો ફાયદો
અફોર્ડેબલ, મિડલ ઈનકમ હાઉસિંગ માટે સરકાર 10 હજાર કરોડ રૂપિયા લટકેલા પ્રોજેક્ટસને આપશે. જેનાથી 3.5 લાખ ઘરને ફાયદો મળશે. જ્યારે એટલું જ ફંડ બહાર લગાવવામાં આવશે. સરકાર સિવાય LIC જેવા રોકાણકારો પણ તેમા પૈસા લગાવશે.

nirmala sitharaman national news