બેટિંગની જાહેરાતો બંધ કરે ટીવી-ચૅનલ, ઓટીટી પ્લૅટફૉર્મ અને ન્યુઝ વેબસાઇટ

04 October, 2022 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્ર સરકારે જાહેર કરી ઍડ્વાઇઝરી ઃ બાળકો તેમ જ યુવકોને થઈ શકે છે આર્થિક અને સામાજિક નુકસાન

પ્રતીકાત્મક તસવીર

દેશની તમામ પ્રાઇવેટ સૅટેલાઇટ ચૅનલ, ઓટીટી પ્લૅટફૉર્મ અને ન્યુઝ વેબસાઇટને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે એ બેટિંગ અથવા જુગાર સાથે સંકળાયેલી જાહેરાતને બતાવવાનું બંધ કરે. કેન્દ્ર સરકારે ઍડ્વાઇઝરીમાં આ વાત સખત અને ચેતવણીના અંદાજમાં કહી હતી. કેન્દ્ર સરકારે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ ઍડ્વાઇઝરી સોમવારે બહાર પાડી હતી, કારણ કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સટ્ટો અને જુગાર રમવા પર પ્રતિબંધ છે. આવી જાહેરાતોથી યુવાઓ અને બાળકોને ભારે આર્થિક અને સામાજિક નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ કેટલીક ન્યુઝ અને ઓટીટી પ્લૅટફૉર્મ હજી પણ બેટિંગ પ્લૅટફૉર્મની જાહેરાતો અને એને પ્રોત્સાહન આપનાર કન્ટેન્ટ દેખાડી રહ્યું છે. સાથે જ મંત્રાલયને આ વાતની પણ ખબર પડી છે કે કેટલાંક ઑનલાઇન ઑફશૉર બેટિંગ પ્લૅટફૉર્મ ન્યુઝ વેબસાઇટનો ઉપયોગ સરોગેટ બેટિંગ પ્લૅટફૉર્મ તરીકે કરી રહી છે.

તેઓ પણ વિદેશમાં આધારિત ઑનલાઇન બેટિંગ પ્લૅટફૉર્મ અથવા એમની સરોગેટ ન્યુઝ વેબસાઇટ સાથે સંલગ્ન જાહેરાત ન દેખાડે. 

national news india