જેએનયુના વિદ્યાર્થીઓના વિરોધ સામે સરકાર ઝૂકીઃ ફી વધારો પાછો ખેંચાયો

14 November, 2019 10:58 AM IST  |  New Delhi

જેએનયુના વિદ્યાર્થીઓના વિરોધ સામે સરકાર ઝૂકીઃ ફી વધારો પાછો ખેંચાયો

જેએનયૂમાં ફી વધારો પરત ખેંચાયો..

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને સરકારને ઝુકવા માટે મજબૂર કરી દીધા છે. મોદી સરકારે અંતે વધેલી હોસ્ટેલ ફી રિવાઇઝ કરી દીધી છે જે આંશિક રીતે પ્રસ્તાવિત ફી સ્ટ્રક્ચરથી ઓછી છે. સાથે જ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા આપવા માટે એક યોજનાની પણ જાહેરાત કરી હતી. જેની જાણકારી એચઆરડી મિનિસ્ટ્રીએ ટ્વીટ કરીને આપી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે જેએનયુ તંત્રએ હોસ્ટેલમાં અેસ્ટાબ્લિશમેન્ટ ચાર્જિસ, ક્રોકરી અને ન્યૂઝપેપર પર કોઇ ફી નહોતી વધારી પરંતુ રૂમ રેન્ટમાં ભારે વધારો કર્યો હતો. જ્યાં પહેલા સિંગલ સીટર હોસ્ટેલના રૂમનું ભાડું ૨૦ રૂપિયા હતું તે તંત્રએ વધારીને ૬૦૦ રૂપિયા કરી દીધું હતું. જ્યારે ડબલ સીટરનો રેન્ટ દસ રૂપિયાથી વધારીને ૩૦૦ રૂપિયા કરી દીધો હતો. આ પહેલાની અપેક્ષાએ ઘણો વધારે હતો. શિક્ષણ સચિવ આર. સુબ્રમણ્યને ટ્વીટ કરી જણાવ્યું કે એક્ઝિક્યુટિવ કમિટીએ હોસ્ટેલ ફીમાં વધારો અને અન્ય નિગમો સાથે જોડાયેલા નિર્ણયને પરત લઈ લીધો છે, તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પ્રદર્શન ખતમ કરી પરત ક્લાસમાં ફરો.

આ પણ જુઓઃ Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

વિદ્યાર્થીઓના પ્રદર્શનની આશંકાને જોતા યુનિવર્સિટી તંત્રએ એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠક પરિસર બહાર બોલાવી હતી. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેએનયુની સૌથી મોટું ડિસિઝન મેકિંગ એકમ છે. જેએનયુના ટીચર્સ અસોસિએશનનો આરોપ છે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગનું સ્થળ બદલવાની જાણકારી તેમને નથી આપવામાં આવી જે આઇટીઓ પાસે અસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવી હતી.

jawaharlal nehru university