ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર વિક્રમ સારાભાઈને ગૂગલની ડૂડલ બનાવી અંજલિ

12 August, 2019 09:14 AM IST  |  મુંબઈ

ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર વિક્રમ સારાભાઈને ગૂગલની ડૂડલ બનાવી અંજલિ

વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવી આપી અંજલિ

ભારતીય વૈજ્ઞાનિક વિક્રમ અંબાલાલ સારાભાઈને તેમની 100મી જયંતિ પર ગૂગલે ખાસ ડૂડલ બનાવીને યાદ કર્યા છે. તેમણે વ્યાપક રૂપથી ભારતના સ્પેસ વિજ્ઞાનના જનક માનવામાં આવે છે. તેમણે ઈસરોની સ્થાપના કરી છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ 1919ના દિવસે અમદાવાદમાં થયો હતો. વિક્રમ સારાભાઈને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો. તેમને 1966માં પદ્મ ભૂષણ અને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટેક્નિકલ સમાધાનોની સાથે તેમણે અને તેમના પરિવારે આઝાદીની લડાઈમાં પણ સારું એવું યોગદાન આપ્યું. તેમણે કેમ્બ્રિજ યુનિ.થી ડૉક્ટરેટની પદવી મેળવતા પહેલા ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યો. જે બાદ અમદાવામાં જ તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. આ સમય તેમની ઉંમર માત્ર 28 વર્ષ હતી. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સફળ સ્થાપના બાદ ડૉ. સારાભાઈએ અનેક સંસ્થાઓની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

પરમાણુ ઉર્જા આયોગના ચેરમેને રહેવાની સાથે સાથે અમદાવાદના ઉદ્યોગપતિઓની મદદથી આઈઆઈએમ અમદાવાદની સ્થાપના કરી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. સેટેલાઈટ
 ઈંસ્ટ્રક્શનલ ટેલીવિઝન એક્સપેરિમેન્ટના લૉન્ચમાં પણ સારાભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી જ્યારે તેમણે 1996માં નાસા માટે તેમની સાથે વાતચીત કરી.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

ભારતના પરમાણુ વિજ્ઞાનન કાર્યક્રમના જનક ડૉ. હોમી ભાભાએ ભારતમાં પહેલું રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે વિક્રમ સારાભાઈનું સમર્થન કર્યું હતું. દેશના પહેલા સેટેલાઈટ આર્યભટ્ટને લૉન્ચ કરવામાં પણ તેમનું મહત્વનું યોગદાન હતું. આજે જ્યારે આપણો દેશ મંગળ અને ચંદ્ર પર જઈ રહ્યો છે તેમાં વિક્રમ સારાભાઈનો મોટો ફાળો છે.

national news indian space research organisation