શું 'No Drinking On Beach'થી ગોવા ટુરિઝમ પર અસર પડશે?

31 January, 2019 09:38 PM IST  | 

શું 'No Drinking On Beach'થી ગોવા ટુરિઝમ પર અસર પડશે?

ગોવા ટુરિઝમ એક્ટ 2001માં નિયમો બદલાયા

આપણે સૌ ફરવા જવા માટે ગોવાને પ્રથમ પસંદ કરીએ છીએ. ગોવાને સૌથી વધુ પસંદ કરાયેલા ટુરિસ્ટ પ્લેસ તરીકે ગણવામાં આવે છે. અહી લોકો પાર્ટી કરવા આવે છે. બીચ પર પણ ફરવા આવે છે. પણ હવે જો પાર્ટી કરવા તમે ગોવા જતા હોય તો ગોવા ટુરિઝમના નિયમોને ધ્યાનમાં રાખજો નહી તો તમને દંડ થઈ શકે છે.

ગોવા વિધાનસભામાં ગોવા ટુરિઝમ એક્ટ 2001માં કરેલા સુધારાઓ આજે પાસ થઈ ગયા છે અને ગોવાના રક્ષણ અને જાળવણી માટેના નિયમોમાં બદવાવ આવ્યો છે. નવા નિયમો અનુસાર જાહેરમાં દારુ પિવા પર બેન મુકવામાં આવ્યું છે એટલું જ જાહેરમાં રસોઈ બનાવવા પર પણ બેન મુકવામાં આવ્યું છે. આ નિયમોમાં બીચોનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે ગોવા ટુરિઝમ એક્ટમાં કરાયેલા બદલાવ બીચ પર પણ લાગુ પડશે અને જો આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો તમને પ્રતિ વ્યક્તિ 2000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે. આ સાથે જ જાહેરમાં ગ્લાસ તોડવા પર પણ બેન મુકાયું છે.

 

આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં ફરવા જવું છે? આ રહી ટ્રાવેલ ગાઈડ

 

ગોવા સરકારે શહેરની જાળવણી માટે જરૂરી સુધારા વિધાનસભામાં પસાર કર્યા હતા જે આજે પાસ થયાં છે. શહેરમાં સુરક્ષાના સવાલો અને તેની જાળવણીને લઈને ઉઠી રહેલા પ્રશ્નો સામે નવા નિયમો લાવવામાં આવ્યા છે.જે અંતર્ગત જો તમે જાહેરમાં દારુ પીને ગ્લાસ તોડતા કે રસોઈ બનાવતા ઝડપાયા તો તમને 2000 સુધીનો દંડ પ્રતિવ્યકિત  અથવા ત્રણ માસની સજા ભોગવવી પડી શકે છે.