ગોવાઃ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું 63 વર્ષે નિધન

17 March, 2019 08:20 PM IST  |  ગોવા

ગોવાઃ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું 63 વર્ષે નિધન

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રીકરનું નિધન થયું છે. મનોહર પર્રીકરનું લાંબી બિમારી બાદ તેમણે આજે 63 વર્ષની વયે અંતિમ શ્વાસ લિધા હતા. મનોહર પર્રીકર છેલ્લા એક વર્ષથી પૈનક્રિયાટિક કેન્સરથી ઝઝુમી રહ્યા હતા.

મનોહર પર્રીકર સૌથી પહેલા 14 ફેબ્રુઆરી 2018ના રોજ બિમાર પડ્યા હતા. ત્યાર બાદ તેને ગોવા મેડિકલ કોલેજમાં ભર્તી કરાયા હતા. થોડા સમય માટે તેમનો ઇલાજ અમેરીકામાં થયો હતો. હાલમાં જ સાંજ આવેલા મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં કોઈ સુધારો થયો હતો નહી. કેંસરના કારણે ગોવાના મુખ્ય પ્રધાન છેલ્લા ઘણા સમયથી બિમારી હતા. હમણા ઘણી જગ્યાએ બિમાર હાલતમાં અશક્ત જોવા મળ્યા હતા

 

આ પણ વાંચોઃ મેં મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલને લઇને કોઇ વાત નથી કરી : રાહુલ ગાંધી

માઈકલ લોબોએ કહ્યું કે સીએમ પાર્રિકરના સ્વાસ્થ્યને લઈ પક્ષના નેતાઓ અને ધારાસભ્યો ચિંતિત છે. આજે પક્ષના વરિષ્ઠ નેતાઓ ગોવા પહોંચી રહ્યા છે, ત્યારે બેઠકમાં નવા સીએમ અંગે નિર્ણય લેવાશે. આ બેઠકમાં ગોવા ફોર્વડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમંટક પાર્ટી સાથે ગઠબંધન અંગે પણ ચર્ચા થશે.

manohar parrikar goa bharatiya janata party congress