કોરોનાના સંક્રમણના નિયંત્રણ માટે WHOના ચીફે ધારાવીનું ઉદાહરણ આપ્યું

11 July, 2020 11:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના સંક્રમણના નિયંત્રણ માટે WHOના ચીફે ધારાવીનું ઉદાહરણ આપ્યું

ધારાવીમાં રહેવાસીઓનો સ્ક્રિન ટેસ્ટ કરતા આરોગ્ય સેવિકાના સભ્યો અને આરોગ્ય કર્મચારીઓ (તવસીર: સુરેશ કારકેરા)

વિશ્વવમાં કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમિતોની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. ત્યારે યોગ્ય પગલાં લઈને સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જણાવ્યું છે. WHOના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસનું કહેવું છે કે, કોરોના વાયરસને કાબુમાં લાવવો સંભવ છે. આ સમયે તેમણે ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને મુંબઈમાં આવેલ એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી ધારાવીનું ઉદાહરણ આપ્યું હતું.

WHOના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસે કહ્યું હતું કે, કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે. ઈટાલી, સ્પેન, દક્ષિણ કોરિયા અને ધારાવીમાં પરિસ્તિતિ બહુ ખરાબ હતી. પરંતુ ઝડપી કાર્યવાહીને લીધે સ્થિતિ હાલ કાબુમાં આવી છે. આ બાબત WHOએ ટ્વીટ કરીને પણ જણાવી હતી.

ટેડ્રોસ એડનોમનું કહેવું છે કે, કમ્યૂનિટી એંગેજમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઈસોલેટિંગ અને તમામ બીમાર વ્યક્તિ પર ફોકસ રાખીને કોરોનાની ચેઈનને તોડી શકાય છે અને સંક્રમણ પર સંપૂર્ણ રીતે રોક લગાવી સંભવ છે. દરેક દેશની કેટલીક લિમિટ હોય છે. જે સ્થળોએ પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે ત્યાં સંક્રમણના કેસો વધી રહ્યા છે. તે સંજોગોમાં જો તમામ લોકો એકતા અને સતર્કતા રાખે તો ફાયદો થઈ શકે છે.

WHOના ઈમર્જન્સી પ્રોગ્રામના હેડ ડૉ. માઈક રેયાને કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં કોરોના વાયરસનો નાશ કરવોબ મુશ્કેલ લગે છે. ભીડવાળી જગ્યાઓ પર સંક્રમણ રોક લગાવીને કોરોનાની બીજી લહેર અને ફરી લૉકડાઉન જેવી સ્થિતિથી બચી શકાય છે.

દુનિયાના 196 દેશોમાં ડિસેમ્બર 2019થી અત્યાર સુધી કોરોનાના 1.26 કરોડ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી 5.59 લાખ લોકોએ વાયરસને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે.

coronavirus covid19 world health organization national news india spain italy south korea mumbai dharavi