બળાત્કારીઓને જનતાના હવાલે કરો: હેમા માલિની

04 December, 2019 01:17 PM IST  |  New Delhi

બળાત્કારીઓને જનતાના હવાલે કરો: હેમા માલિની

હેમા માલીની (PC : NaiDunia)

(જી.એન.એસ.) ગઈ કાલે સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચને હૈદરાબાદ રેપ-મર્ડર કેસના આરોપીઓને જનતાને હવાલે કરવા માટે કહ્યું હતું, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ પણ સંસદ બહાર સખત શબ્દોમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું, આરોપીઓને જનતાને હવાલે કરી દેવા માટે નિવેદન આપ્યું હતું.

હેમા માલિનીએ કહ્યું હતું કે સમગ્ર દેશ ગુસ્સામાં છે. દોષીઓને જનતાને હવાલે કરી દેવા જોઈએ. આ વખતે તો કંઈક ને કંઈક મોટાં પગલાંઓ ઉઠાવવા જોઈએ. દરેક વખતે આવું જ થાય છે. કોઈ પણ ઘટના થાય છે ત્યારે લાગે છે કે હવે આગળ આવું નહીં થાય. નિર્ભયા બાદ પણ આવું લાગી રહ્યું હતું કે હવે આવું નહીં થાય, પરંતુ આવી ઘટનાઓ બની રહી છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

સાંસદોએ નિર્ભયા મામલે પણ સવાલ ઊભા કર્યા છે કે તેના આરોપીઓને હજી સુધી ફાંસી શા માટે નથી કરવામાં આવી. મોડેથી ન્યાય મળવો પણ અન્યાય સમાન જ ગણાય છે.

national news hema malini