ચીનને જડબાતોડ જવાબ આપો : ભારતીય આર્મીને છૂટોદોર અપાયો

22 June, 2020 05:50 PM IST  |  Mumbai Desk | Agencies

ચીનને જડબાતોડ જવાબ આપો : ભારતીય આર્મીને છૂટોદોર અપાયો

રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડાઓ સાથે લદાખની સ્થિતિ પર એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં સૈન્યને ચીન સૈન્ય વિરુદ્ધ તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. સૂત્રોએ સંરક્ષણપ્રધાનની સમીક્ષા બેઠક બાદ આ જાણકારી આપી હતી.

સૂત્રોના મતે ભારતીય દળોને પૂર્વીય લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઈ પણ પ્રકારના દુસાહસોનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. ટોચના અધિકારીઓને જમીન, હવાઈ ક્ષેત્ર અને સમુદ્રના રસ્તે ચીનની કોઈ પણ ગતિવિધિઓ પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. દરમ્યાન મોદી સરકારે લશ્કરની ત્રણેય પાંખને શસ્ત્ર સરંજામ ખરીદવા માટે ૫૦૦ કરોડ રૂપિયા સુધી ખર્ચ કરવાની પરમિશન આપી છે.

india china national news