મુર્મૂને મળી નવી જવાબદારી: ગઈ કાલે ઉપરાજ્યપાલ પદેથી રાજીનામુ આજે કૅગ

07 August, 2020 03:40 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

મુર્મૂને મળી નવી જવાબદારી: ગઈ કાલે ઉપરાજ્યપાલ પદેથી રાજીનામુ આજે કૅગ

ગીરિશ ચંદ્ર મુર્મૂ

કેન્દ્ર શાસિત જમ્મૂ-કાશ્મીર(Jammu and kashmir)ના પૂર્વ ઉપરાજ્યપાલ(LG) જીસી મુર્મૂને કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કૅગ)(CAG) નિયુક્ત કરવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયે ગુરુવારે આ અંગે આદેશ જાહેર કર્યા છે. મુર્મૂએ બુધવારે ઉપરાજ્યપાલ પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે(President Ramnath Kovind) ગિરીશ ચંદ્ર મુર્મૂ(Girish chandra murmu)નું રાજીનામું સ્વીકાર્યું. મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મૂ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ હતા.

મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મૂ-કાશમીરના પહેલા એલજી હતા
મુર્મૂ કેન્દ્ર શાસિત જમ્મૂ-કાશ્મીરના પહેલા ઉપરાજ્યપાલ હતા. 1985 બૅચના આઇએએસ ઑફિસર મુર્મૂ ગુજરાતના કેડર ઑફિસર છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે મુર્મૂને કૉમ્પટ્રૉલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (કૅગ) બનાવીને દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. પણ હાલ રાજીવ મહર્ષિ કૅગ છે અને તે આ અઠવાડિયે રિટાયર થઈ રહ્યા છે.

જમ્મૂ-કાશ્મીરના એલજી બનાવવામાં આવ્યા મનોજ સિન્હા
મનોજ સિન્હા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા છે. મનોજ સિન્હા પૂર્વમાં ગાજીપુરથી સાંસદ છે અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો ચહેરો છે. જો કે, 2019ની લોકસભા ચૂંટણી તેઓ હારી ગયા હતા. આ જ કારણ છે કે આ વખતે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું. જો કે, મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મનોજ સિન્હા મંત્રી રહી ચૂક્યા છે અને તેમની પાસે રેલવેના રાજ્યમંત્રી અને સંચાર રાજ્યમંત્રીનો કાર્યભાર હતો.

મુર્મૂના એકાએક રાજીનામા પર ઉમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ
5 ઑગસ્ટ એટલે કે એક દિવસ પહેલા જ્યારે કાશ્મીરમાં ધારો 370 હટવાને એક વર્ષ પૂરો થયો, બરાબર તે જ દિવસે સોશિયલ મીડિયા અને વૉટ્સએપ ગ્રુપ્સ પર એકાએક મુર્મૂના રાજીનામાના સમાચાર વાયરલ થયા. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું હતું કે લેફ્ટિનન્ટ ગવર્નર સાથે જોડાયેલી ચર્ચા એકાએક કેવી રીતે શરૂ થઈ ગઈ?

jammu and kashmir national news cag