કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર ઍરપોર્ટ પરથી પાછા મોકલાયા

09 August, 2019 12:03 PM IST  |  શ્રીનગર

કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર ઍરપોર્ટ પરથી પાછા મોકલાયા

કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર ઍરપોર્ટ પરથી પાછા મોકલાયા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા બાદ ઊભા થયેલા તણાવને ધ્યાનમાં રાખીને કોઈને પણ શ્રીનગરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. સમાચાર છે કે કૉન્ગ્રેસના નેતા અને સંસદસભ્ય તેમ જ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર કૉન્ગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર ઍરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. બન્નેને પાછા મોકલી દેવામાં આવ્યા છે. કલમ-૩૭૦ હટાવ્યા બાદ શ્રીનગરમાં કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે. એટલે સુધી કે ખીણમાં શાંતિ જળવાઈ રહે એ માટે સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફતી અને ઉમર અબદુલ્લાને રવિવાર રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યાં છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાને ખતરો હોવાનો હવાલો આપીને સોમવારે રાત્રે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને નેતાઓને શ્રીનગરના હરિનિવાસ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યાં છે.

jammu and kashmir srinagar ghulam nabi azad