02 March, 2024 12:43 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ગૌતમ ગંભીરની ફાઇલ તસવીર
તમને જણાવી દઈએ કે પૂર્વ દિલ્હીના ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રહી ચૂકેલા ગૌતમ ગંભીરના રાજકારણ સફરમાંથી એક ચોંકાવનાર સમાચાર (Gautam Gambhir Quit Politics) સામે આવી આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગૌતમ ગંભીરે હવે રાજકારણ છોડવાની જાહેરાત કરી દીધી છે.
જેપી નડડાને પત્ર લખીને કરી દીધી જાહેરાત
ગૌતમ ગંભીરે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે તેની રાજકારણીય જવાબદારીમાંથી તેને મુક્ત કરવા (Gautam Gambhir Quit Politics) માટે વિનંતી કરી છે. આ માટે જ તેણે પોતાના પત્રમાં લખીને જણાવ્યું હતું કે તે પોતાની આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપી શકે માટે તેણે આ નિર્ણય લીધો છે. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગૌતમ ગંભીર હવે ચૂંટણી નહીં લડે.
બીજું શું જણાવ્યું હતું ગૌતમ ગંભીરે? કોનો કોનો આભાર માન્યો?
ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેણે બીજેપી પાર્ટી અધ્યક્ષ જેપીને વિનંતી કરી છે કે તેઓ મને તેને રાજકીય ફરજોમાંથી મુક્ત (Gautam Gambhir Quit Politics) કરે જેથી તે તેની આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, આ સાથે જ તેણે તેને લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો હતો.
આમ તો ગૌતમ ગંભીરે માર્ચ 2019માં બીજેપીમાં જોડાઈને તેની રાજકીય સફરની શરૂઆત કરી હતી. જ્યારથી તે જોડાયો ત્યારથી દિલ્હીમાં પાર્ટીનો મુખ્ય ચહેરો બની રહ્યો હતો. તેટલું જ નહીં તેણે 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હીની બેઠક પર પણ વિજય મેળવ્યો હતો.
ચૂંટણી બાદ ગૌતમ ગંભીરે સીટ જીતી લીધી હતી. તેણે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને 3 લાખ 91 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તમને એ પણ જણાવી દઈએ કે ગાંધી નગર, કૃષ્ણ નગર, વિશ્વાસ નગર, શાહદરા, પટપરગંજ, લક્ષ્મીનગર, કોંડલી, ત્રિલોકપુરી, ઓખલા અને જંગપુરા જેવા વિધાનસભા ક્ષેત્રો પણ પૂર્વ દિલ્હી લોકસભા સીટ હેઠળ આવે છે.
ક્રિકેટમાં પણ જોરદાર રહ્યું છે તેનું પરફોર્મન્સ
ક્રિકેટના મેદાન પર આક્રમક વલણ માટે જાણીતો થયેલો આ ખેલાડી રાજકારણમાં પણ એટલી જ દમદાર બેટિંગ સાથે રમ્યો હતો. ગંભીરે 2003થી 2016 દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પરફોર્મન્સ (Gautam Gambhir Quit Politics) આપ્યું હતું. તે ભારતીય ટીમનો ભાગ હતો જેણે 2007 T-20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે 2019માં પૂર્વ દિલ્હીથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીત્યો હતો. તેજ રીતે તોફાની રોડ રેલીઓ પણ તેણે કરી જ છે, હવે રાજકીય નિષ્ણાતો પણ ગૌતમ ગંભીરના આ અચાનક નિર્ણયથી થોડા ચોંકી ગયા છે
વળી, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગૌતમ ગંભીરના રાજકારણ છોડવાના સમાચારે (Gautam Gambhir Quit Politics) બધાને ચોંકાવી દીધા છે.