G20 Summit Update: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પહોંચ્યા દિલ્હી, આ નેતાઓ પણ હાજર

08 September, 2023 07:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારત G20 સમિટ (G20 Summit Update)ની યજમાની કરવા તૈયાર છે. રાજધાની નવી દિલ્હીમાં શનિવાર અને રવિવારે G20 સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) દિલ્હી પહોંચી રહ્યા છે

તસવીર સૌજન્ય : એએફપી

ભારત G20 સમિટ (G20 Summit Update)ની યજમાની કરવા તૈયાર છે. રાજધાની નવી દિલ્હીમાં શનિવાર અને રવિવારે G20 સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) દિલ્હી પહોંચી રહ્યા છે. આ સિવાય જાપાન અને બ્રિટન સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આજે ભારત પહોંચ્યા છે. G20 સમિટનો મુખ્ય કાર્યક્રમ દિલ્હીના પ્રગતિ મેદાનમાં બનેલા ભારત મંડપમમાં યોજાશે. આ ઉપરાંત અન્ય કેટલાક કાર્યક્રમો અલગ-અલગ સ્થળોએ યોજાશે. તમામ દેશોના નેતાઓ અને પ્રતિનિધિમંડળ શનિવારે સવારે 9:30 કલાકે ભારત મંડપમ પહોંચશે.

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કાર્યક્રમ સ્થળ પર તમામ નેતાઓનું વ્યક્તિગત રીતે સ્વાગત કરશે. કૉન્ફરન્સનું પ્રથમ સત્ર ત્યાં સવારે 10:30 વાગ્યાથી શરૂ થશે. આ પછી દ્વિપક્ષીય બેઠકો અને પછી કૉન્ફરન્સનું બીજું સત્ર થશે. કૉન્ફરન્સના સ્થળે જ ડિનરનું આયોજન કરવામાં આવશે. રવિવારે સવારે નેતાઓ ગણ રાજઘાટ જશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. બાદમાં તેઓ પ્રગતિ મેદાન ખાતે વૃક્ષારોપણ કરશે અને ત્યારબાદ કૉન્ફરન્સનું ત્રીજું સત્ર થશે. આ પછી કૉન્ફરન્સનો સમાપન સમારોહ યોજાશે.

આ ઉપરાંત નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ તીનુબુ જી-20 સમિટ (G20 Summit Update) 2023માં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી એરપોર્ટ પર રાજ્યમંત્રી એસપી સિંહ બઘેલ તેમનું સ્વાગત કરવા પહોંચી ગયા હતા. વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ ડૉ. નોજી ઓકોન્જો ઈવેલા પણ ગુરુવારે રાત્રે જ નવી દિલ્હી પહોંચ્યા હતા.

IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ G20 સમિટ 2023 માટે ભારત પહોંચ્યા છે. આ સાથે યુરોપિયન યુનિયન કમિશનના પ્રમુખ ઉર્સુસુલા વોન ડેર લેયન, મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથ, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઈકલ પણ જી-20 સમિટ 2023 માટે ભારત પહોંચ્યા છે. 

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ G20 સમિટ 2023 માટે ભારત આવવાના છે. તમને જણાવી દઈએ કે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા રિપબ્લિક, રશિયા, મેક્સિકો, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયનના સભ્યો G20 સમિટમાં ભાગ લેવાના છે. 

આ સિવાય નેધરલેન્ડ, સિંગાપોર, સ્પેન, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, બાંગ્લાદેશ, ઈજીપ્ત, મોરેશિયસ અને નાઈજીરીયાને ગેસ્ટ કન્ટ્રી તરીકે બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર G20 સમિટ 2023 માટેનું આમંત્રણ યુક્રેનને મોકલવામાં આવ્યું નથી.

યુએન સેક્રેટરી જનરલે G20 સમિટમાં શું કહ્યું?

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ માટે કહ્યું કે, “એક કુટુંબ, એક પૃથ્વી, એક ભવિષ્ય - આ વાક્ય મહા ઉપનિષદ દ્વારા પ્રેરિત છે. તે માત્ર એક કાલાતીત આદર્શ જ નથી. આજની દુનિયા, આજના સમયના તેનાથી પ્રેરિત છે.”

joe biden narendra modi g20 summit india united states of america national news