04 September, 2023 12:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે G20 સમિટ પહેલાં રાજઘાટની બહાર તહેનાત પોલીસ (તસવીર : પી.ટી.આઇ.)
G20 સમિટ ખાતે વર્લ્ડ લીડર્સની યજમાની કરવાના એક અઠવાડિયા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સબકા સાથ સબકા વિકાસ’ મૉડલ દુનિયાના કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે, જેના કેન્દ્રમાં જીડીપીના આંકડા નહીં પરંતુ માનવીય અભિગમ હોય.
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને બ્રિટિશ વડા પ્રધાન રિશી સુનક સહિતના વર્લ્ડ લીડર્સ ૯થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન નવા રચાયેલા ભારત મંડપમ કૉન્ફરન્સ હૉલમાં એકત્ર થશે.
વડા પ્રધાને એક રીતે પાકિસ્તાન અને ચીનને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે ભારત પોતાની ભૂમિ પર દરેક ભાગમાં G20ની મીટિંગ યોજે એ સ્વાભાવિક છે. કેટલીક ઇવેન્ટ્સ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં યોજવા સામે પાકિસ્તાન અને ચીનના વાંધાઓને તેમણે ફગાવી દીધા હતા.
વૈશ્વિક સ્તરે ભારતની સાંસ્કૃતિક અને પ્રાદેશિક વૈવિધ્યને રજૂ કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે મોદી સરકારે દેશના અનેક ભાગમાં G20 ઇવેન્ટ્સને યોજી છે.
ચીન G20નો મેમ્બર છે જ્યારે પાકિસ્તાન આ ગ્રુપમાં સામેલ નથી. આ બંને દેશોએ કાશ્મીરમાં એક ઇવેન્ટને યોજવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશ પર પણ ખોટો દાવો કરી રહ્યું છે.
મોદીએ ન્યુઝ એજન્સી પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ‘આવો સવાલ ત્યારે જ વૅલિડ ગણાય જ્યારે અમે એ વેન્યુઝ (કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ)માં મીટિંગ કરવાનું ટાળ્યું હોય. અમારો દેશ આટલો વિશાળ, સુંદર અને વૈવિધ્યથી ભરપૂર છે. જ્યારે દેશમાં G20 મીટિંગ થઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે દેશના દરેક ભાગમાં મીટિંગ થાય.’
ભારતે ટૂરિઝમ માટેના G20 વર્કિંગ ગ્રુપની મીટિંગ ૨૨મી મેથી ત્રણ દિવસ માટે શ્રીનગરમાં યોજી હતી. આ ઇવેન્ટમાં ચીનને બાદ કરતાં તમામ G20 દેશોના પ્રતિનિધિઓએ આ સુંદર સ્થળની મુલાકાત લીધી હતી. એ સિવાય માર્ચમાં G20ની એક ઇવેન્ટ માટે પ્રતિનિધિઓએ અરુણાચલ પ્રદેશની પણ મુલાકાત લીધી હતી.
સાઇબર ક્રાઇમ વિરુદ્ધ વૈશ્વિક સહકારની જરૂર
આતંકવાદી સંગઠનો યુવાનોના માનસમાં કટ્ટરતાનાં બીજ રોપવા માટે ડાર્ક નેટ, મેટાવર્સ અને ક્રિપ્ટોકરન્સી પ્લૅટફૉર્મ જેવા ઊભરતાં ડિજિટલ પ્લૅટફૉર્મ્સ અને સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાને જણાવ્યું હતું કે સાઇબરક્રાઇમ્સને ડીલ કરવા માટે વૈશ્વિક સહકારની જરૂર છે.
1,30,000
સુરક્ષા જવાનો અને દિલ્હી પોલીસના આટલા જવાનો G20 સમિટની સુરક્ષા માટે રહેશે તહેનાત. તેમને વિશેષ તાલીમ અપાઈ છે.
બાઇડન, મૅક્રૉન અને શેખ હસીના સાથે વાતચીત