છેલ્લા 97 વર્ષની નથી વધી આ ગામડાની લોકસંખ્યા, કારણ છે ખૂબ જ રસપ્રદ

13 November, 2019 03:15 PM IST  |  Madhya Pradesh

છેલ્લા 97 વર્ષની નથી વધી આ ગામડાની લોકસંખ્યા, કારણ છે ખૂબ જ રસપ્રદ

જ્યાં સતત દેશની લોકસંખ્યા વધતી જાય છે ત્યાં, એક એવું ગામ છે જ્યાં છેલ્લા 97 વર્ષથી લોકસંખ્યા એટલી જ છે. તમારી માટે વિશ્વાસ કરવું મુશ્કેલ હોઈ શકે છે પણ, આ હકીકત છે. મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લા પાસે આવેલા ધનોરા ગામમાં છેલ્લા 97 વર્ષોથી લોકસંખ્યા 1700 જ છે.

જે રીતે આ ગામડાંએ પોતાની લોકસંખ્યાને નિયંત્રિત રાખી ચે તેના પર વિશ્વાસ મૂકવું થોડું મુશ્કેલ છે પણ, આની પાછળ એક સ્ટોરી છે. સ્થાનિક રહેવાસી એસ કે. માહોબયાએ કહ્યું કે 1922માં કૉંગ્રેસે ગામમાં બેઠક કરી હતી. કેટલાય અધિકારીઓ આ બેઠકમાં સામેલ થયા હતા. જેમાં કસ્તુરબા ગાંધી પણ સામેલ હતા.

નાનું પરિવાર સુખી પરિવારનો નારો
તેમણે નાનો પરિવાર સુખી પરિવારનો નારો આપ્યો હતો. તેમના આ નારાથી ગામના લોકો ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે આ નારાનો તરત જ સ્વીકાર કરી લીધો. ગામના વડિલોનું કહેવું ચે કે તેમના આ સંદેશને ગામના બધાં લોકએ એટલી સારી રીતે સ્વીકાર કર્યો કે દરેક પરિવારે પરિવારે પરિવાર નિયોજનની આ વાતનો સ્વીકાર કર્યો. આમાં પણ સૌથી સારી વાત એ છે કે ગામડાંના લોકો સમજે છે કે છોકરા અને છોકરીમાં કોઇ ફરક નથી હોતો.

કોઇપણ પરિવારના બેથી વધારે બાળકો નથી
સ્થાનિક પત્રકાર મયંક ભારગવે કહ્યું કે અહીં કોઇપણ પરિવારના બેથી વધારે બાળકો નથી અને તેને આ વાતથી કોઇ ફરક નથી પડતો કે બાળક છોકરો છે કે છોકરી. આ ગામડું પરિવાર નિયોજનનું એક મૉડેલ છે. આ ગામમાં કોઇ લિંગ ભેદભાવ નથી અને પરિવાર એક કે બે બાળકો હોવાની વાત પર જ ટકેલું છે. પછી ભલે બાળકો ફક્ત છોકરા હોય કે ફક્ત છોકરીઓ. અહીંના લોકો છોકરા અને છોકરીઓમાં ભેદ રાખતાં નથી.

આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

છેલ્લા કેટલાય વર્ષોથી જાળવી રાખી છે પોતાની લોકસંખ્યા
ધનોરાએ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાની લોકસંખ્યા જાળવી રાખી છે, પણ આની આસપાસના કેટલાય ગામડાંમાં છેલ્લા 97 વર્ષોમાં લગભગ ચારગણી લોકસંખ્યા વધી છે. સ્વાસ્થ્ય કાર્યકર્તા જગદિશ સિંહ પરિહારે કહ્યું કે ગ્રામીણોને જરાપણ જોર કરવું પડ્યું નથી. તે લોકો પરિવાર નિયોજનની અવધારણા અને લાભ વિશે ખૂબ જ જાગરૂક છે. ધનોરા એક નાનકડું ગામ છે પણ તે ગામ ફક્ત દેશ માટે જ નહીં પણ આખા વિશ્વ માટેપણ પરિવાર નિયોજનનું એક ઉદાહરણ છે.

madhya pradesh national news