દાઉદે કેરિબિયન દેશની સિટીઝનશીપ મેળવી

24 August, 2020 07:26 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

દાઉદે કેરિબિયન દેશની સિટીઝનશીપ મેળવી

દાઉદ

સુંદર કેરિબિયન આઈલેન્ડમાં આવેલો કૉમનવૅલ્થ ઓફ ડોમિનીકા (Commonwealth of Dominica- CoD)ની વસ્તી 80,000 જેટલી જ છે. જોકે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની મદદથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ને આ દેશની સીટીઝનશીપ મળી છે. આ દેશના ઈકોનોમિક સીટીઝન પ્રોગ્રામ અંતર્ગત દાઉદને સીઓડીનો પાસપોર્ટ મેળવ્યો છે, એમ ભારતીય તપાસ એજન્સીઓએ કહ્યું હતું.

જોકે, ભારતે સીઓડીને સાવચેત કરતા દાઉદનો કેરિબિયનમાં ભાગી જવાનો પ્લાન ખુલ્લો પડ્યો છે. તેમ જ આ બાબતે UNને ડોઝીયર (દસ્તાવેજો) પણ સુપરત કરવામાં આવ્યા છે, જેને ઈસ્લામાબાદે સ્વિકાર્યો છે. આમાં દાઉદના આઠ ઘરના સરનામાં છે, છ ઘર તો કરાચીમાં જ છે.

આ ડોઝીયરમાં દાઉદે ક્લિફટન એરિયામાં મહેરાન સ્કેવરમાં આખો ફ્લોર ખરીદ્યો હોવાનો ઉલ્લેખ છે. તેમ જ ક્લિફટનમાં ઝૈયુદ્દિન હૉસ્પિટલ નજીક શિરીન જીન્હા કોલોનીમાં એક નવા ઘરનો સમાવેશ છે. જ્યારે દાઉદ બિમાર હોય ત્યારે તે ઝૈયુદ્દિન હૉસ્પિટલમાં જ સારવાર લેતો હોય છે. તેમ જ ઈસ્લામાબાદના મારગાલા રોડમાં બે બંગલો પણ લીધા છે.

તેમ જ આ ડોઝીયરમાં જણાવવામાં આવ્યું છે કે, દાઉદના નાના ભાઈ અનિસ ઈબ્રાહિમ જે ડી-કંપનીનું નાણાકીય કામકાજ સંભાળે છે, તે ક્લિફ્ટન રોડના બંગલો બ્લોક 4ના ડીસી-13 બંગલોમાં કુટુંબ સાથે રહે છે. છોટા શકીલ પણ ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી વિસ્તારમાં રહે છે. દાઉદના બે અન્ય ભાઈ હુમાયુ અને મુસ્તાકીન પણ સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં ફરતા રહે છે. ઉપરાંત હથિયારોનો બિઝનેસ, મની લોન્ડરિંગ અને હવાલા કામકાજની વિગતો પણ આપી હતી.

દાઉદનું સિન્ડિકેટ સાઉથ એશિયાના માર્ગથી મિડલ ઈસ્ટ અને આફ્રિકામાં સ્મગલિંગ કરે છે અને તેનો સંબંધ આતંકવાદી સંગઠન અલ-કાયદા (Al Qaeda) સાથે પણ છે.

national news dawood ibrahim india pakistan new delhi karachi