જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં જુદાં-જુદાં એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ મરાયા

06 October, 2022 10:19 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગઈ કાલે સુરક્ષાદળો સાથેની અથડામણની બે જુદી-જુદી ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ મરાયા હતા. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે ટ્વિટર પર આ જાણકારી આપી હતી.

પ્રતીકાત્મક તસવીર

શ્રીનગર  (પી.ટી.આઇ.) : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગઈ કાલે સુરક્ષાદળો સાથેની અથડામણની બે જુદી-જુદી ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ મરાયા હતા. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે ટ્વિટર પર આ જાણકારી આપી હતી. જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી શોપિયાંના દ્રાચ વિસ્તારમાં અને લશ્કર-એ-તય્યબાનો એક આતંકવાદી ​દ​િક્ષણ કાશ્મીર જિલ્લાના મૂલુ વિસ્તારમાં મરાયો હતો. 
દ્રાચમાં હાથ ધરાયેલા ઑપરેશનમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓની ઓળખ હનન બીન યાકુબ અને જમશેદ તરીકે કરાઈ હોવાનું જણાવી વિજય કુમારે કહ્યું હતું કે આ બન્ને આતંકીઓ બીજી ઑક્ટોબરે પુલવામાના પિંગલાના ખાતે સ્પેશ્યલ પોલીસઑફિસર (એસપીઓ) જાવેદ ડારની હત્યામાં અને 
૨૪ સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના એક પ્રવાસી શ્રમિકની હત્યામાં સંડોવાયેલા હતા.

national news jammu and kashmir