ભારતમાં ISI એજન્ટ સાથે દાખલ થયા 4 આતંકી, દેશભરમાં હાઈઅલર્ટ

20 August, 2019 09:48 AM IST  |  નવી દિલ્હી

ભારતમાં ISI એજન્ટ સાથે દાખલ થયા 4 આતંકી, દેશભરમાં હાઈઅલર્ટ

દેશભરમાં હાઈ અલર્ટ

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યુ. જમ્મૂ કશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો હોવાનો મુદ્દો વૈશ્વિક સ્તર પર ઉઠાવ્યા બાદ પણ પાકિસ્તાનના હાથે નિરાશા જ લાગી છે. એવામાં કદાચ પાકિસ્તાને ભારતમાં અશાંતિ ફેલાવવા માટે બીજો રસ્તો પસંદ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ સાથે ચાર આતંકી દેશણાં દાખલ થયા છે. જેને લઈને રાજસ્થાન અને ગુજરાત સીમા સહિત આખા દેશમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે આ આતંકીઓ અફઘાનિસ્તાની પાસપોર્ટ સાથે ભારતમાં દાખલ થયા છે.

દેશભરમાં હાઈ અલર્ટ
પાકિસ્તાનના નાપાર મનસૂબાઓ જાહેર થયા બાદ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત આખા હિન્દુસ્તાનમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેની જાણકારી સિરોહી પોલીસ સ્ટેશનને પણ આપી દેવામાં આવી છે. જે બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ અલર્ટ થઈ ગઈ છે. ભીડ વાળી જગ્યાઓ, હોટલ, ધાબા, રેલવે  અને બસ સ્ટોપ પર ખાસ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આવી જગ્યાઓ પર જ આતંકીઓ મોટા ષડયંત્રને અંજામ આપી શકે છે.

અલર્ટમાં આ જગ્યાએ સતર્કતા રહેવાની સલાહ
સ્ટેશનને જાહેર કરવામાં આવેલા અલર્ટમાં કહેવામાં આવે છે કે, પાકિસ્તાન આઈએસઆઈ એજન્ટની સાથે ચાર સભ્ય અફઘાનિસ્તાન ગ્રુપનો પાસપોર્ટ બનાવીને ભારતીય સીમામાં પ્રવેશ કર્યો છે, જેના કારણે દેશ સહિત રાજસ્થાન અને ગુજરાત બોર્ડરમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે ક્યારેય પણ આતંકી ઘટનાને અંજામ આપી શકે છે.

મોટી ઘટનાને અંજામ આપવાન ફિરાકમાં આતંકી
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતા તે બોખલાયેલું છે. સીમાપાર સતત ગોળીબારી કરી રહ્યું છે અને આતંકીઓ ઘૂસણખોરી કરાવવામાં લાગેલું છે. પાકિસ્તાની આતંકી ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. ગુજરાતમાં તહેવારો દરમિયાન આતંકી હુમલાના ઈનપુટ ઈન્ટેલિજન્સ એજન્સીએ આપ્યા છે.

આ પણ જુઓઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

ગુજરાતમાં આપવામાં આવ્યું અલર્ટ
ગુજરાતમાં ખાસ અલર્ટ આપવામાં આવ્યું છે. પ્રસિદ્ધ શામળાજી મંદિરમાં બુલેટ પ્રુફ જેકેટ અને અત્યાધુનિક શસ્ત્રો સાથે પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બનાસકાંઠાની ગુંદરી, ખોડા ચેકપોસ્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. સરકારે અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ સહિતના મેટ્રોસિટીમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. સોમનાથ, અંબાજી, દ્વારકા અને ડાકોરની સુરક્ષા પણ વધારવામાં આવી છે. સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે.

isi national news pakistan gujarat rajasthan