બંગલા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન કોરોના-પૉ​ઝિટિવ

12 April, 2021 11:43 AM IST  |  Dhaka | Agency

ગયા અઠવાડિયે ઝિયાની મુલાકાત લેનારા તેમના એક સંબંધીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોએ તેમનું કોવિડ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો હતો.

બંગલા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન કોરોના-પૉ​ઝિટિવ

ઢાકા : (પી.ટી.આઇ.) મહામારીને કારણે જેલમાંથી હંગામી ધોરણે મુક્ત કરાયાના એક વર્ષ પછી ગઈ કાલે બંગલા દેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાની કોવિડ-19 ટેસ્ટનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું હતું.  બંગલા દેશ નેશનાલિસ્ટ પાર્ટીનાં ૭૫ વર્ષનાં વડાનાં સૅમ્પલ શનિવારે ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ડાયરિયલ ડિસીઝ રિસર્ચમાં મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો જે ડિરેક્ટરેટ ઑફ હેલ્થ સર્વિસીસના ડેટાબેઝમાં અપલોડ કરાયો હતો. અખબારી અહેવાલોમાં જણાવાયું હતું કે ગયા અઠવાડિયે ઝિયાની મુલાકાત લેનારા તેમના એક સંબંધીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોએ તેમનું કોવિડ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો હતો.

national news coronavirus covid19 bangladesh