Manmohan Singh In AIIMS:પૂર્વ PM મનમોહન સિંહની સારવાર ચાલું- સૂત્રો

11 May, 2020 11:29 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Manmohan Singh In AIIMS:પૂર્વ PM મનમોહન સિંહની સારવાર ચાલું- સૂત્રો

મનમોહન સિંહ (ફાઇલ ફોટો)

એમ્સમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અને કૉંગ્રેસ નેતા ડૉક્ટર મનમોહન સિંહની સ્થિતિ હાલ સ્થિર છે. તેમની મેડિકલ તપાસ થઈ રહી છે. સમાચાર એજન્સી એએનઆઇએ સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ સમાચાર આપ્યા હતા. માહિતી પ્રમાણે, ડૉક્ટર મનમોહન સિંહ જેમને ગઈ કાલે રાતે એમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, તેમને તાવની સાથે અન્ય બીમારીઓના કારણોની તપાસ કરાવવામાં આવી રહી છે. તે હાલ સ્થિર છે અને એમ્સના કાર્ડિયોથોરાસિર સેન્ટરમાં તેમની સારસંભા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે મનમોહન સિંહને એક નવી દવાના રિએક્શન બાદ એમ્સમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ થયા દાખલ
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની તબિયત રવિવારે એકાએક ખરાબ થઈ ગઈ. છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ રવિવારે રાતે પોણા નવ વાગ્યે (અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સ)ના કાર્ડિયક સેંટરના આઇસીયૂમાં દાખલ કરવામાં આવ્યા.

એમ્સ પ્રમાણે, 87 વર્ષના ડૉ. મનમોહન સિંહને ઘણાં સમયથી હ્રદયની બીમારી છે. તેમની બે વાર બાઇપાસ સર્જરી પણ થઈ ચૂકી છે. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે તેમને એમ્સના ઇમરજન્સી વૉર્ડમાં દાખલ કરાવવામાં આવ્યા. ત્યાર બાદ તેમને આઇસીયૂમાં ખસેડવામાં આવ્યા. કાર્ડિયોલૉજી વિભાગના પ્રૉફેસર ડૉ. નીતીશ નાયકના નેતૃત્વમાં તેમની સારવાર થઈ રહી છે. બે વાર દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે.

મનમોહન સિંહના એમ્સમાં દાખલ થયા પછી દેશના ઘણાં નેતાઓએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. આ નેતાઓમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણાં સામેલ છે.

manmohan singh congress