31 December, 2025 09:29 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
જાદવ પાયેંગ
‘ફૉરેસ્ટ મૅન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા અને પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા આસામના જાદવ પાયેંગ દ્વારા બનાવવામાં આવેલા મોલાઈ જંગલમાં અજાણ્યા લોકોએ આગ લગાવી હતી જેમાં આશરે ૫૫૦૦ વૃક્ષો, નાના જીવજંતુઓ સાથે અનેક નાનાં પ્રાણીઓ નાશ પામ્યાં હતાં. જોકે કોઈ માણસની જાનહાનિના અહેવાલ મળ્યા નથી. પાયેંગની દીકરી મુનમુનીએ વૉલન્ટિયરો સાથે મળીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. વનવિભાગે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
જાદવ પાયેંગની પુત્રી મુનમુની પાયેંગે જણાવ્યું હતું કે ‘આગ બદમાશો દ્વારા જાણીજોઈને લગાડવામાં આવી હતી. આગની જાણ થતાં અમે વૉલન્ટિયરો અને વિદ્યાર્થીઓ સાથે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ ૪૦ મિનિટ લાગી અને અમે એક મોટી આગ જોઈ. અમે અમારા હાથથી ઝાડીઓ અને ડાળીઓનો ઉપયોગ કર્યો અને આખરે એને કાબૂમાં લીધી હતી.’