અમારે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૉલિટિક્સનો નહીં, રાષ્ટ્રીય નીતિનો ભાગ છે : મોદી

26 November, 2021 11:52 AM IST  |  New Delhi | Agency

અમે દેશને પ્રાથમિકતા આપીએ છીએ. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ એ અમારો મંત્ર છે. અમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૉલિટિક્સનો ભાગ નથી, પરંતુ રાષ્ટ્રીય નીતિનો ભાગ છે.’

અમારે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૉલિટિક્સનો નહીં, રાષ્ટ્રીય નીતિનો ભાગ છે : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં જેવર ખાતે નોએડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય સિવિલ એવિયેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિં​ધિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.
અહીં વડા પ્રધાન વિપક્ષો પર પ્રહાર કરવાની તક નહોતા ચૂક્યા. તેમણે કહ્યું કે ‘આપણા દેશમાં કેટલીક પૉલિટિકલ પાર્ટી હંમેશાં તેમનાં પોતાનાં હિતને પ્રાથમિકતા આપે છે. તેઓ તેમના પોતાના, તેમના પરિવારના અને તેઓ જ્યાં રહેતા હોય એ વિસ્તારના વિકાસનો જ વિચાર કરે છે. અમે દેશને પ્રાથમિકતા આપીએ છીએ. ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ એ અમારો મંત્ર છે. અમારા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૉલિટિક્સનો ભાગ નથી, પરંતુ રાષ્ટ્રીય નીતિનો ભાગ છે.’ 

national news narendra modi