ભારતીય લશ્કરમાં પહેલી વાર બે મહિલા અધિકારીઓને હેલિકૉપ્ટર પાઇલટની તાલીમ

10 June, 2021 01:55 PM IST  |  Nashik | Agency

ભારતીય લશ્કરે ગઈ કાલે એવી જાણકારી આપી હતી કે લશ્કરની બે મહિલા અધિકારીઓને અહીંની કૉમ્બેટ આર્મી ઍવિયેશન ટ્રેઇનિંગ સ્કૂલ ખાતે હેલિકૉપ્ટર પાઇલટ તરીકેની તાલીમ માટે પસંદ કરવામાં આવી છે. ભારતીય લશ્કરમાં આવું પહેલી જ વાર બની રહ્યું છે.

હેલિકૉપ્ટર

અત્યાર સુધી મહિલા અધિકારીઓને ફક્ત આર્મી ઍવિયેશન કોર્પ્સમાં ભૂમિ પરની ફરજો માટેના જ એસાઇનમેન્ટ આપવામાં આવતા હતા. ભારતીય હવાઈ દળ પાસે અત્યારે ૧૦ મહિલા ફાઇટર અને નૌકા દળ પાસે પણ કેટલીક ફ્લાઇંગ ઑફિસરો છે. જોકે, ભારતીય લશ્કરને મહિલા પાઇલટ પહેલી જ વાર મળશે. ભારતીય લશ્કરે એવી પણ માહિતી આપી હતી કે આર્મી ઍવિયેશનમાં જોડાવા લશ્કરની ૧૫ મહિલા અધિકારીઓએ ઇચ્છા પ્રગટ કરી હતી, પરંતુ સિલેક્શનને લગતી કડક પ્રક્રિયામાં બે જ અધિકારીઓ સિલેક્ટ કરાઈ હતી. આ પ્રક્રિયામાં પાઇલટ ઍપ્ટિટ્યૂડ બૅટરી ટેસ્ટ (પી.એ.બી.ટી.) અને તબીબી બાબતોનો પણ સમાવેશ હતો.નાશિક ખાતે બન્ને મહિલા પાઇલટને ૪૭ પુરુષ અધિકારીઓ સાથે સઘન તાલીમ અપાઈ રહી છે અને જો તેઓ એને સફળતાથી પાર પાડશે તો તેમને આવતા વર્ષના જુલાઈથી હેલિકૉપ્ટર પાઇલટ તરીકેની ફરજ પર સત્તાવાર રીતે મૂકવામાં આવશે. 

national news nashik indian army