વડાપ્રધાને નવું ટેક્સ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું

13 August, 2020 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાને નવું ટેક્સ પ્લેટફોર્મ લૉન્ચ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય: ટ્વીટર)

ઈમાનદાર કરદાતાઓને ન્યાય આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવું પલેટફોર્મ લૉન્ચ કર્યું છે. વડાપ્રધાને ટ્રાન્સપરન્ટ ટેક્સેશન-ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે. ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર જેવા સુધારા આજથી જ લાગૂ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં ચાલી રહેલા માળખાકીય સુધારાનો ક્રમ આજે એક નવા મુકામ પર પહોંચી ગયો છે. 21મી સદીની ટેક્સ સિસ્ટમની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશના ઈમાનદાર કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કરદાતાનું જીવન જો સરળ બને તો તે આગળ વધે છે અને સાથે જ આપણો દેશ પણ આગળ વધે છે. આજથી શરૂ થઈ રહેલી વ્યવસ્થા મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નેન્સની પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરે છે. દેશવાસીઓના જીવનમાં સરકારની દખલને ઓછી કરવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે.

આજે લોન્ચ કરાયેલા નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ પ્રમાણિક કરદાતાઓને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. આ સાથે જ હવે ટેક્સમાં સરળતા હશે, ટેકનીકની સહાયતાથી લોકો પર ભરોસો મુકી શકાશે. જેમાં કેટલીક સુવિધાઓ અત્યારથી જ લાગુ કરી દેવામાં આવી છે, જ્યારે સંપૂર્ણ સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, લોકો આધારિક અને તેમની જરૂરિયાત પ્રમાણે નિયમો બનાવવામાં આવ્યા છે. આના સુખદ પરિણામ દેશને મળ્યા છે. આજે દરેક લોકોને ભાન થયું છે કે શોર્ટકટ બરાબર નથી. ખોટી રીતે અપનાવવી યોગ્ય નથી. એ જમાનો હવે ચાલ્યો ગયો છે. હવે દેશ એવા માહોલ સાથે આગળ વધી રહ્યો છે કે જ્યાં કર્તવ્યભાવ સર્વોપરિ છે. આ બદલાવ ફક્ત કડકાઈથી કે પછી સજા આપવાથી નથી આવ્યા. આ માટે ચાર કારણ જવાબદાર છે. પ્રથમ કે નીતિ જ્યારે સ્પષ્ટ હોય છે ત્યારે ગ્રે એરિયા ઓછો થઈ જાય છે. બીજું કે સામાન્ય લોકોની ઈમાનદારી પર વિશ્વાસ મૂકવો. ત્રીજું સિસ્ટમમાં મનુષ્યનો ઓછો ઉપયોગ અને ટેક્નોલોજીનો વધારે ઉપયોગ. ચોથું સરકારી મશીનરી બ્યૂરોક્રશીથી કામ કરતા લોકોને પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. ભારત પ્રત્યે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. કોરોનાના સંક્ટ વચ્ચે પણ મોટાપાયે FDIનું ભારતમાં આવવું આ વાતનો ઠોસ પૂરાવો છે.

ટેક્સ સુધારા અંગે વાતચીત કરતા નાણામંત્રી નિર્માલા સીતારમણે કહ્યુ કે ટેક્સ મામલા અંગે નવા કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. આવકવેરા વિભાગે મહત્ત્વના સુધારા કર્યા છે. ટેક્સ ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ શરૂ છે. કોરોના મહામારીને જોતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારી દેવામાં આવી છે.

narendra modi nirmala sitharaman income tax department national news