06 August, 2025 10:04 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં લેટે હનુમાનનું મંદિર જળમગ્ન થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશમાં લગાતાર ચોથા દિવસે પણ સતત થોડી-થોડી વારે વરસાદ ચાલુ જ રહ્યો હોવાથી નદીઓ બેફામ બની રહી છે. ૨૧ જિલ્લાનાં ૪૦૨ ગામો પૂરને કારણે વિખૂટાં પડી ગયાં છે.
કાશીમાં અગ્નિસંસ્કાર માટે લોકો બોટમાં મૃતદેહ લઈને ફરી રહ્યા છે.
પ્રયાગરાજનો ત્રિવેણીસંગમનો વિસ્તાર ભયજનક સ્તર વટાવી ચૂક્યો છે.
પ્રયાગરાજમાં મંદિરો અને મુખ્ય ચાર રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયાં છે. વારાણસીમાં મંગળવારે સાંજે રાજઘાટ પરનો પીપા પુલ પણ વરસાદમાં વહી ગયો હતો. રાજ્યમાં કુલ ૩૪૩ મકાનો અચાનક ધરાશાયી થઈ ગયાં હતાં. કાશી અને પ્રયાગરાજમાં કુલ ૩૦,૦૦૦ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.