નારિયેળને સમજી બેઠા બૉમ્બ, મહિલાની ફરિયાદ બાદ ફ્લાઇટ બે કલાક મોડી

10 June, 2023 09:48 AM IST  |  New Delhi | Shailesh Nayak

સીઆઇએસએફ દ્વારા આ વ્ય​​ક્તિની અટક કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સાંજે ૪.૫૫ મિનિટે થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

દુબઈ  જઈ રહેલી એક વ્ય​ક્તિની ગુરુવારે દિલ્હી ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે એક મહિલાએ તેને પોતાની બૅગમાં બૉમ્બ હોવાની વાત કરતાં સાંભળી લીધો હતો. સીઆઇએસએફ દ્વારા આ વ્ય​​ક્તિની અટક કરવામાં આવી હતી. સમગ્ર ઘટના સાંજે ૪.૫૫ મિનિટે થઈ હતી. એને લીધે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટ બે કલાક મોડી પડી હતી. મુસાફર વાયા મુંબઈ દુબઈ જઈ રહ્યો હતો તેમ જ પોતાની મમ્મી સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, જેમાં તેણે મમ્મીને કહ્યું હતું કે ‘સિક્યૉરિટીએ તેને રોક્યો હતો, કારણ કે તેઓ નારિયેળને બૉમ્બ સમજી બેઠા હતા અને એને લઈ જવા દીધું નહોતું.’ બૉમ્બ શબ્દ સાંભળીને તેની બાજુમાં બેસેલી મહિલા મુસાફર ડરી ગઈ હતી. તેણે વિમાનના કર્મચારીઓને આ વાત કરી. ત્યાર બાદ બન્ને મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યાં હતાં. વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું નહોતું. 

delhi airport new delhi national news indira gandhi international airport