પાંચ બાળકો એક દિવસ માટે બન્યા બેંગલુરૂના પોલીસ કમિશ્નર!

11 September, 2019 07:01 PM IST  |  બેંગલુરૂ

પાંચ બાળકો એક દિવસ માટે બન્યા બેંગલુરૂના પોલીસ કમિશ્નર!

પાંચ બાળકો એક દિવસ માટે બન્યા બેંગલુરૂના પોલીસ કમિશ્નર!

બાળકો, અને તે પણ પોલીસ કમિશ્નર એક દિવસ માટે? જી હાં, બેંગલુરૂ પોલીસ અને એક સામાજિક સંગઠને ખાસ પહેલ પર પાંચ બાળકોને એક દિવસ માટે સન્માન માટે શહેરના પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા.

પાંચ બાળકો રૂથન કુમાર, મોહમ્મદ સાહિબ, સૈયદ ઈમાદ, શ્રાવણી અને અરાફત પાશા ગંભીર બીમારીથી પિડાઈ રહ્યા છે. એક વિશેષ પહેલ અંતર્ગત બેંગલુરૂ પોલીસે આ બાળકોને એક દિવસ માટે શહેરના પોલીસ કમિશ્નર બનાવવાનું સપનું સાકાર કરી દીધું.

આ તમામ બાળકોને રેડ કાર્પેટ પર ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું, જેમાં પોલીસની ડૉગ સ્કવૉડની ટીમ પણ સામેલ હતી. બાળકો ડૉગ સ્કવૉડની ટીમને મળીને ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે.

શહેરના પોલીસ કમિશ્નરે ભાસ્કર રાવે તે બાળકોને એક દિવસ માટે પોતાનો ચાર્જ આપ્યો. સાથે જ તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પોતાની બીમારીઓને પાર કરીને જલ્દી જ સ્વસ્થ થઈ જાય.

જ્યારે બાળકોને પુછવામાં આવ્યું કે તેઓ પોલીસ અધિકારીઓ બનીને શું કરશે? જેના પર એક બાળક અરાફાતે કહ્યું કે તે ખરાબ લોકોને જેલમાં નાખશે.

આ પણ જુઓઃ ગોપી વહુ થી ગોપિકા સુધી, આવી છે Gia Manekની સફર....

આ ઘટના વિશે બેંગલુરૂ પોલીસે પોતાના આધિકારીર ટ્વિટર અકાઉન્ટથી જાણકારી આપી હતી અને કેટલીક તસવીરો શેર કરી હતી. બેંગલુરૂ પોલીસના આ પગલાંની સોશિયલ મીડિયમાં પ્રશંસા થઈ રહી છે.


bengaluru national news