અટલજીની આજે પહેલી પુણ્યતિથિ, દિેગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

16 August, 2019 01:15 PM IST  |  નવી દિલ્હી

અટલજીની આજે પહેલી પુણ્યતિથિ, દિેગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

અટલજીને આપવામાં આવી અંજલિ

આજે અટલ બિહારી વાજપેયીજીના નિધનને એક વર્ષ થયું. આ મોકા પર દેશના મોટા મોટા લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. નવી દિલ્હીમાં અટલજીના સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પર પહોંચીને વડાપ્રધાન મોદીએ પણ તેમને અંજલિ આપી. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અટલજીને શ્રદ્ધાંજલિ આપી. ગયા વર્ષે 16 ઑગસ્ટે 2018ના દિવસે લાંબી બીમારી બાદ ભારતના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય નેતાઓએ આજે પહેલી પુણ્યતિથિ પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજયેપીને શ્રદ્ધાંજલિ આપી.


દિલ્હી સ્થિત સદૈવ અટલ પર વાજપેયીજીની પુણ્યતિથિ પર મોટો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. અટલ બિહારી વાજપેયીના દીકરી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારિકા સહિતના સભ્યો ત્યાં પહોંચ્યા અને અટલજીને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ વડાપ્રધાનના સ્મૃતિ સ્થળ પર આજે ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જ્યાં તેમને અંજલિ આપવામાં આવી રહી છે.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

અટલ બિહારી વાજપેયીનો કાર્યકાળ
અટલ બિહારી વાજપેયીજી પહેલીવાર 1996માં વડાપ્રધાન બન્યા, ત્યારે તેમની સરકાર માત્ર 13 દિવસ માટે જ ચાલી રહી. 1998માં તેઓ બીજી વાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં તેઓ પહેલીવાર વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો.2004 બાદ નાદુરસ્ત તબિયતના કારણે તેમણે રાજકારણથી અંતર બનાવી લીધું હતું.


atal bihari vajpayee narendra modi ram nath kovind