પાક.ની પહેલી એસ્ટ્રોનોટે કર્યા ચંદ્રયાન 2ના વખાણ,ISROને પાઠવ્યા અભિનંદન

09 September, 2019 07:37 PM IST  | 

પાક.ની પહેલી એસ્ટ્રોનોટે કર્યા ચંદ્રયાન 2ના વખાણ,ISROને પાઠવ્યા અભિનંદન

ભારતમાં ચંદ્રયાન 2 મિશનના દુનિયાભરના લોકો વખાણ કરી રહ્યા છે. તો અંતરિક્ષ સમર્થકો અને શોધકર્તાઓ વખાણ કરી રહ્યાં છે. આ વખાણમાં હવે પાકિસ્તાનની પહેલી એસ્ટ્રોનોટ નમિરા સલીમનું નામ જોડાઈ ગયું છે. નમીરા સલીમે આ મિશન માટે ઈસરો અને ભારતન વખાણ આપ્યા છે.

ચંદ્રયાન 2 માટે નમીરા સલીમે કહ્યું કે, 'હું ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમમની ચંદ્રના સાઉથ પોલમાં સોફ્ટ લેન્ડિંગના ઐતિહાસિક પ્રયત્ન માટે ભારત અને ઈસરોને શુભેચ્છા પાઠવું છું. ચંદ્રયાન 2 માત્ર દક્ષિણ એશિયા જ નહી ગ્લોબલ અંતરિક્ષ ઉદ્યોગમાં ગર્વની વાત છે. અંતરિક્ષ ક્ષેત્રમાં દક્ષિય એશિયાના પગલાને મહત્વનું દર્શાવ્યું છે. ફર્ક નથી પડતો કે કયો દેશ આવા પ્રોજેક્ટને લીડ કરે છે કારણ કે અંતરિક્ષમાં રાજકીય સીમાઓ પૂરી થઈ જાય છે અને બધા એક થઈ જાય છે.'

આ પણ વાંચો: 30 વર્ષ પહેલા 200 લોકોની વસ્તીવાળા ગામમાં હવે 1 જ વ્યક્તિ,છતાં એકલો નથી

ઉલ્લેખનીય છે કે નમીરા સલીમ પાકિસ્તાનની પહેલી એસ્ટ્રોનેટ છે. સલીમ સર રિચર્ડ બૈનસન વર્જિન ગેલેક્ટિક સાથે અંતરિક્ષમાં જશે. સર રિચર્ડ બ્રેનસન વર્જિન ગેલેક્ટિક દુનિયાની પહેલી કોમર્શિયલ સ્પેસલાઈન છે. સલીમ એકલી નથી જેણે ભારતના આ પ્રોજેક્ટના વખાણ કર્યા હોય. ઈસરોને દુનિયાભરથી તેના પ્રયત્ન માટે વખાણવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો છે.

isro gujarati mid-day