મગધ એક્સપ્રેસમાં લાગી આગ, ધુમાડો જોઈને ગભરાયા પ્રવાસી, જાણો વિગતો

13 January, 2022 04:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આગ જોઈને પ્રવાસીઓ સહેમી ઉઠ્યા છે. બિહટા સ્ટેશન પર ગાડી ઉભી રાખીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. મગધ એક્સપ્રેસના ડી-1 કોચમાં આગ લાગી

પ્રતીકાત્મક તસવીર

રાજધાની પટના નજીક બિહટા પાસે નવી દિલ્હીથી પટના જતી મગધ એક્સપ્રેસમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી. ઘટના ગુરુવારે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસની કહેવામાં આવી રહી છે. આગ લાગતા જ પ્રવાસીઓમાં હાહાકાર મચ્યોય આગને જોઈ પ્રવાસીઓ સહેમી ઉઠ્યા. બિહટા સ્ટેશન પર ગાડી ઊભી રાખી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. મગધ એક્સપ્રેસના ડી-1 કોચમાં આગ લાગી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આગ સામાન્ય રીતે લાગી હતી આને કારણે કોઈ મોટું નુકસાન નથી થયું. જો કે, પ્રવાસીઓમાં દોડાદોડ મચી. દાણાપુરના ડીઆરએમ પ્રભાત કુમારે આની પુષ્ઠિ કરી છે. તેમણે જણાવ્યું કે ડી-1 કોચમાં સ્મોકિંગ થયું હતું જેના પછી ટ્રેનને બિહટામાં જ અટકાવવામાં આવી. ત્યાર પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. 12 વાગીને 5 મિનિટે આગ લાગવાની માહિતી મળી હતી. ત્યાર પછી તરત રેલવેના કર્મચારીઓએ આ આગ પર કાબૂ મેળવ્યો હતો.

national news patna new delhi delhi news