Odishaના સ્વાસ્થ્ય પ્રધાન નબા દાસ પર જીવલેણ હુમલો, ASI પર ગોળી મારવાનો આક્ષેપ

29 January, 2023 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓડિશા (Odisha)ના આરોગ્ય મંત્રી નબા દાસ (Nawa Das)પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી.

ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા દાસને ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર નજીક કોઈ અજાણ્યા બદમાશ દ્વારા ગોળી માર્યા બાદ ઘટનાસ્થળની નજીકના પોલીસ કર્મચારીઓ. તસવીર/પીટીઆઈ

ઓડિશા (Odisha)ના આરોગ્ય મંત્રી નબા દાસ (Nawa Das)પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. આ પછી નાબા દાસને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નબા દાસની છાતી પર ગોળી વાગી છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તેમની સુરક્ષામાં તૈનાત ASI ગોપાલ દાસે નબા દાસ પર ફાયરિંગ કર્યું હતું. આરોગ્ય મંત્રી પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નબા દાસ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. જોકે, પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ આરોપી ASI ગોપાલ દાસ ફરાર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: બૉયફ્રેન્ડ હોય તો જ વૅલેન્ટાઇન્સ ડેએ મળશે એન્ટ્રી, કૉલેજનો ​વિચિત્ર સર્ક્યુલર?

એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યો
નબા દાસને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર છે. આ દરમિયાન મંત્રી નબા દાસને એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી પર હુમલાની માહિતી મુખ્યમંત્રી નવીન પટનાયકને આપવામાં આવી છે. નબા દાસ બીજેડીના વરિષ્ઠ નેતા છે. તાજેતરમાં તે શનિ મંદિરમાં 1.7 કિલો સોનાનો કળશ અર્પણ કરીને ચર્ચામાં આવ્યો હતો.

ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે
હુમલા બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું આ હુમલાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું આઘાતમાં છું. હું આની સખત નિંદા કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. ક્રાઈમ બ્રાન્ચને ઘટનાની તપાસ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર જવા માટે કહેવામાં આવ્યું છે.

national news odisha