વિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

26 January, 2021 04:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

પ્રદર્શનકારી ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

કૃષિ કાયદાઓ રદ કરવાની માંગને લઈને આંદોલન કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે ખેડૂતોએ ત્યાં પહોંચીને ઝંડો ફરકાવ્યો હશે. ખેડૂતોએ અહીં બે ધ્વજ ફરકાવ્યા હતા. જે જગ્યા પર ખેડૂતોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો ત્યાં જ નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજ લહેરાવ્યો હતો. આ સામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાલ કિલ્લાના લાહોરી ગેટ પર લાગેલો દરવાજો ખેડૂતોએ તોડી નાખ્યો છે. આ બાદ બેકાબૂ થયેલા ખેડૂતો મીના બજાર સુધી પહોંચી ગયા છે. મીના બજારમાં શું નુકસાન થયું છે? હાલ એના વિશે કઈ ખબર પડી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કામ કરતા કર્મચારીઓએ પોતાને ઑફિસમાં બંધ કરી દીધા છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે વિરોધીઓએ ફરી ધ્વજવંદન સ્થાન પર કબજો કરી લીધો છે. ધ્વજારોહણ સ્થાન પર હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે.

ત્રણ કૃષિ કાયદાને નાબૂદ કરવાની માંગને લઈને 26 જાન્યુઆરીને ખેડૂતોએ કિસાન ગણતંત્ર પરેડનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતો તરફથી રાજધાની-એનસીઆરના વિસ્તારમાં ટ્રેક્ટ્ર માર્ચ કાઢવામાં આવી હતી. આ માટે ખેડૂત સંગઠનો દ્વારા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ રૂટ નક્કી કરવામાં આવ્યા હતા.

બાદ ખેડૂત ગણતંત્ર દિવસના બપોરે 12 વાગ્યે પરેડ બાદ ટ્રેક્ટર માર્ચ કાઢવા તૈયાર થયા હતા. પરસ્પરની સંમતિ બાદ પરેડ કાઢવાની હતી, પોલીસ પ્રશાસન પણ ટ્રેક્ટર પરેડને સલામત બનાવવાની તૈયારીમાં લાગી ગયા હતા. તસવીરોમાં જોઈએ તો ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢવા માટે સિંધુ બૉર્ડર, ટીકરી બૉર્ડર, યૂપી ગેટ અને નોએડા એન્ટ્રી પોઈન્ટ પર કેવી રીતે ટ્રેક્ટર માર્ચ કાઢી હતી.

ખેડૂતોની ટ્રેક્ટર માર્ચે આક્રમક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દિલ્હી-એનસીઆરમાં ડઝનેક સ્થળોએ તોડફોડ કરવામાં આવી હતી. લાખો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચ્યું. લાલ કિલ્લાની અંદર પણ ખૂબ તોડફોડ કરવામાં આવી હતી. ખેડૂતોએ બે અન્ય જગ્યાઓ પર પણ ગુંબજ પર ચઢીને ધ્વજ લહેરાવ્યો. આ બધા તેમની સાથે ધ્વજ લઈને આવ્યા હતા.

new delhi narendra modi red fort national news republic day