22 April, 2025 08:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બજારમાં ફરતી થયેલી ૫૦૦ રૂપિયાની નકલી નોટ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે બજારમાં ફરતી થયેલી ૫૦૦ રૂપિયાની નકલી નોટોને લઈને અલર્ટ જાહેર કરી છે. ગૃહમંત્રાલયે ચેતવણી આપી છે કે નકલી નોટોની ગુણવત્તા અને એનો દેખાવ અસલી નોટોથી ખૂબ જ મળતો આવે છે. નકલી નોટોમાં RESERVE BANK OF INDIAના વાક્યમાં RESERVEમાં ભૂલથી Eને બદલે A લખાયેલું છે. એનાથી આવી નોટોને ઓળખી શકાય છે. મોટી સંખ્યામાં નકલી નોટો બજારમાં ફરતી થઈ છે.