લદાખ સીમા પર ભારત અને ચીનની સેના ફરી આવી સામ-સામે

12 September, 2019 11:19 AM IST  |  લદાખ

લદાખ સીમા પર ભારત અને ચીનની સેના ફરી આવી સામ-સામે

લદાખ સીમા પર ભારત અને ચીનની સેના ફરી આવી સામ-સામે

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે બુધવારે લદાખ સીમા પર ભારત અને ચીનના સૈનિકો ફરી સામસામે આવી ગયા. સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય સેનાના હવાલાથી ટ્વીટ કરતા કહ્યું કે પેંગોંગ ઝીલના ઉત્તર કિનારા પાસે બંને સેનાઓનો આમનો સામનો થયો. આ ઝીલનો ત્રીજા ભાગનો હિસ્સો ચીનના નિયંત્રણમાં છે.

જાણકારી અનુસાર લાંબા સમય સુધી બંને દેશોના સૈનિકો વચ્ચે ધક્કા મુક્કી થતી રહી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેનો સામનો ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સાથે થયો. ચીનના સૈનિકોએ ભારતીય સેનાની હાજરીનો વિરોધ કર્યો, જે બાદ બંને પક્ષોમાં ધક્કા મુક્કી થઈ. બંને દેશની તરફથી વિસ્તારમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી. મોડી સાંજ સુધી બંનેમાં સંઘર્ષ ચાલતો રહ્યો. બંને દેશો વચ્ચે સંઘર્ષ ત્યારે શાંત થયો જ્યારે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થઈ.

ગયા વર્ષે જુલાઈમાં ચીને કર્યું હતું સીમાનું ઉલ્લંઘન
જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય જવાનો ભારતીય સીમામાં જ હતી. જેથી ચીને વાંધો ઉઠાવ્યો છતાં તેઓ ત્યાંથી ન હટ્યા. મહત્વનું છે કે ચીન સતત લાઈફ ઑફ એક્ચ્યુલ કંટ્રોલનું ઉલ્લંઘન કરતું રહે છે. આ પહેલા ચીનના સૈનિકો ગયા વર્ષે જુલાઈમાં લદાખના ઉત્તર ભાગમાં ઘૂસણખોરી કરી તંબૂ લગાવી દીધા હતા. જે બાદ બંને સેનાઓ વચ્ચે પહેલી વાર આમનો સામનો થયો.

સીમા ઉલ્લંઘનની ઘટનાઓમાં કમી
સેનાએ બુધવારની ઘટના બાદ ફરિયાદ દાખલ કરી અને જ્યાં બંને સેનાઓ વચ્ચે અથડામણ થઈ તેની પાસે ચુશુલ-મોલ્દોમાં સીમા કર્મીઓની બેઠક કરવાનું કહેવામાં આવ્યું છે. હાલના વર્ષોમાં બંને દેશોની સેનાઓ સામ-સામે આવવાના અને સીમાનું ઉલ્લંઘન કરવાની ઘટનામાં કમી આવી છે. રક્ષા મંત્રાલયે 2018-19માં પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારત ચીન સીમા પર સ્થિતિ શાંતિપૂર્ણ બનેલી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષની તુલનામાં, આ વર્ષે સીમા ઉલ્લંઘનની સંખ્યા ઓછી થઈ છે. જેના કારણે આ દરમિયાન બંને દેશોના આમના-સામના અને આક્રમક વાતચીતના કેસ ઓછા થયા છે.

આ પણ જુઓઃ સેલેબ્સ સ્પોટેડઃ સંજય દત્તનું ફેમિલી સાથે ડિનર; જાન્હવી, મલાઈકા પહોંચ્યા જીમ

પાકિસ્તાનની સાથે ચીન
જણાવી દઈએ કે કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ તેને બે ભાગમાં વહેંચાયા બાદ પાકિસ્તાનની સાથે ચીન પણ તેનો વિરોધ કરી રહ્યું છે. ચીનના લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું ખટકી રહ્યું છે. તે કશ્મીરના મુદ્દા પર યૂએનમાં પણ ચીન પાકિસ્તાનનો સાથ દઈ ચુક્યું છે. ગૃહમંત્રી અમિત શાહ એ સાફ કરી ચુક્યા છે કે પીઓકે અને અક્સાઈ ચીન પણ ભારતનો જ ભાગ છે. જ્યારે પણ કશ્મીર પર વાત થશે ત્યારે પીઓકેની સાથે સાથે અક્સાઈ ચીન પર પણ વાત થશે.

ladakh national news