જમ્મૂ અને કશ્મીરઃ બડગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ

30 June, 2019 10:32 AM IST  |  બડગામ

જમ્મૂ અને કશ્મીરઃ બડગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ

જમ્મૂ અને કશ્મીરમાં ફરી અથડામણ(પ્રતિકાત્મક તસવીર)

જમ્મૂના બડગામ જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ શરૂ થઈ ગઈ. સુરક્ષા દળોએ ચદૂરા વિસ્તારમાં 2 થી 3 આતંકીઓને ઘેરી લીધા છે. અત્યાર સુધીમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. બંને તરફતથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. બડગામ જિલ્લામાં શુક્રવારે પણ મુઠભેડ થઈ હતી. જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. માર્યો ગયેલો આતંકી પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલો હતો. તેની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.


બડગામના કન્નીપોરા વિસ્તારમાં મુઠભેડ દરમિયાન ક્રૉસ ફાયરિંગની ઝપેટમાં આવીને એક યુવાન ઘાયલ થયો છે. જેની ઓળખ શબ્બીર અહમદના રૂપમાં થઈ છે. જ્યારે મુઠભેડમાં માર્યા ગયેલા આતંકીને પાકિસ્તાનનો ગણાવવામાં આવી રહ્યો છે. જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે તે જોડાયેલો હતો. આ પહેલા પણ જમ્મૂ કશ્મીરના ત્રાલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે મૂઠભેડ થઈ હતી, જેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. ત્રાલ એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શબ્બીર અહમદ મલિકના રૂપમાં થઈ છે. આતંકી શબ્બીર અહમદ મલિક ત્રાલના નાગબાલનો હતો. તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો. અને બાદમાં તે ઝાકિર મુસાના આતંકી સંગઠનમાં સામેલ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ સંસદ સત્રઃ જમ્મૂ કશ્મીરમાં વર્ષના અંત સુધીમાં થશે ચૂંટણી

આ પહેલા રવિવારે જમ્મૂ કશ્મીરમાં સુરક્ષાબળોએ એકવાર ફરી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. જમ્મૂ કશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ થઈ હતી, જેમાં સુરક્ષાબળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. દક્ષિણ કશ્મીરના દારમદોર કીગમ વિસ્તારમાં થયેલી આ મુઠભેડમાં સુરક્ષાદળોએ આતંકીઓના ઠેકાણા તબાહ કરી દીધા હતા. મુઠભેડ વાળા વિસ્તારમાં ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.

jammu and kashmir terror attack