શીલા દિક્ષીત પંચ તત્વમાં વિલિન, ભીની આંખે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય

21 July, 2019 04:21 PM IST  | 

શીલા દિક્ષીત પંચ તત્વમાં વિલિન, ભીની આંખે દિગ્ગજ નેતાને અંતિમ વિદાય

શીલા દિક્ષીત પંચ તત્વમાં વિલિન,

દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત આખરે પંચ તત્વમાં વિલીન થઈ ગયા. દિલ્હીના નિગમ બોધ ઘાટ નજીક મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે રાજકિય સમ્માન સાથે શીલા દિક્ષીતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. શીલા દિક્ષીતની અંતિમ વિદાયમાં કૉન્ગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, મનમોહન સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.

અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીતના પાર્થિવ શરીરને કૉન્ગ્રેસ મુખ્યાલય 24 અકબર રોડ પર રાખવામાં આવ્યો હતો. જ્યા સોનિયા ગાંધી. પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. શીલી દિક્ષીતના અંતિમ દર્શન માટે મોટી સંખ્યાઓમાં નેતાઓ અને સમર્થકોએ હાજરી આપી હચી. દિલ્હી પ્રેદશ કૉન્ગ્રેસના મુખ્યાલય પર રાખવામાં આવેલો રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવવામાં આવ્યો હતો.

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષીતનું 81 વર્ષે કાર્ડિયક અરેસ્ટના કારણે નિધન થયું હતું. શિલા દિક્ષીત છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. છેલ્લા કેટલાક સમયથી એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. ખરાબ તબિયતના કારણે એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યાં હતાં. શીલા દીક્ષિતનું પેસમેકર ઠીકથી કામ ન કરવાના કારણે તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યાં હતા. જો કે 2:55એ છેલ્લા શ્વાસ લીધા છે.

આ પણ વાંચો: મુંબઈ તાજ હોટલ પાસે બિલ્ડીંગમાં આગ, ફસાયેલા લોકોને બચાવવા કવાયત્

શીલા દિક્ષીત 1998 થી 2013 સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન રહ્યાં હતાં. શીલા દિક્ષીત કૉન્ગ્રેસના નેતૃત્વમાં સતત 3 વાર કૉન્ગ્રેસે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સતત 15 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર મુખ્ય પ્રધાન તરીકે રહ્યાં હતાં. આશરે 1 અઠવાડિયા પહેલા દિલ્હીના પ્રદેશ પ્રભારી પીસી ચાકોએ શીલા દીક્ષિત સાથે થયેલા વિવાદ બાદ કહ્યું હતું કે, તબિયત ખરાબ હોવાના સામે આરામ કરવાની જરૂર છે.

sheila dikshit gujarati mid-day