લંડનમાં EVM હેકાથોનમાં હાજરીને લઈને સિબ્બલની સ્પષ્ટતા

22 January, 2019 07:02 PM IST  | 

લંડનમાં EVM હેકાથોનમાં હાજરીને લઈને સિબ્બલની સ્પષ્ટતા

EVM હેકાથોનમાં સિબ્બલની હાજરીને લઈને સવાલ

ઈવીએમ હેક થઈ શકતા હોવાના દાવા બાદ દેશભરમાં ઘમાસાણ મચ્યું છે. લંડનના એક કથિત હેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે 2014ની ચૂંટણીમાં EVM હેક થયા હતા. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો કે 2018માં ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસને મળેલી જીત પણ તેના કારણે હતી. જે બાદ કૉંગ્રેસને નેતા કપિલ સિબ્બલ પર એવા પણ આરોપો લાગ્યા હતા કે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં ચૂંટણી વખતે ઈવીએમ હેક થયા હતા અને તેનું મોનિટરિંગ કરવા માટે કપિલ સિબ્બલ એ સમયે હાજર હતા.

આરોપો બાદ કપિલ સિબ્બલે આ મામલે સફાઈ આપી છે. કપિલ સિબ્બલે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, 'હું ત્યાં ખાનગી કામ માટે ગયો હતો, જ્યાંથી મને અચાનક બોલાવવામાં આવ્યો તો જતો રહ્યો. મને કાર્યક્રમના આયોજક ઈંડિયન જર્નલિસ્ટ એસોસિયેશન લંડનના અધ્યક્ષ આશિષ રે નો મેઈલ આવ્યો હતો. આશિષને હું ઓળખતો હતો અને તેણે મને કહ્યું કે અહીં તમામ રાજનૈતિક દળો, ભાજપ અને ચૂંટણી પંચને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે હું ત્યાં પહોંચ્યો'.

સાથે સિબ્બલે એમ પણ કહ્યું કે EVMને લઈને જે આરોપો થઈ રહ્યા છે તેની તપાસ થવી જોઈએ, કારણ કે આ લોકતંત્રના મુદ્દાઓ છે, જે દેશની જનતા સાથે જોડાયેલા છે. EVMનો મુદ્દો દેશના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ મુદ્દો માત્ર એક પક્ષનો નહીં.

લંડનમાં EVM હેકિંગ મામલે પ્રેસ કોન્ફરન્સ કરનાર શુજાએ કહ્યું કે તેણે ECILમાં કામ કર્યું હતું. જો કે સૂત્રોએ દાવો કર્યો છે કે શુજાએ અહીં કામ નથી કર્યું.

આ પણ વાંચોઃ પ્રવાસી ભારતીય સંમેલનમાં કોંગ્રેસ પર PMના તીખા પ્રહારો, 'દેશ લૂંટાતો રહ્યો અને કૉંગ્રેસ જોતી રહી'

ભાજપે કપિલ સિબ્બલની હાજરી પર ઉઠાવ્યા સવાલ

હેકાથોનમાં કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલની હાજરીને લઈને બબાલ થઈ છે. કેંદ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તેને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો અને કહ્યું કે ભારતીય લોકશાહીને બદનામ કરવા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ સિબ્બલને ત્યાં મોકલ્યા.

kapil sibal congress bharatiya janata party national news