હવે દરેક ભારતીયને મળશે યુનિક હેલ્થ આઈડી કાર્ડ, જાણો કેવી રીતે મળશે લાભ

23 September, 2021 05:29 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ `પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)`યોજના શરૂ કરવા જઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ `પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM)`યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ યોજના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ના નામથી ચાલી રહી હતી. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, PM-DHM ડેટા, માહિતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓની વિશાળ શ્રેણી દ્વારા કાર્યક્ષમ, સમાવિષ્ટ, સસ્તું અને સુરક્ષિત રીતે સાર્વત્રિક આરોગ્ય પુરુ પાડે છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી હતી.

જનતાની સમસ્યા થશે હળવી

 મળતી માહિતી મુજબ, જે યુનિક આઈડી પ્રાપ્ત થશે, તે આધાર કાર્ડ અને લોકોના મોબાઈલ નંબરની મદદથી જનરેટ થશે. પ્રધાનમંત્રીના ડિજિટલ હેલ્થ મિશનનો ઉદ્દેશ ભારતની હેલ્થકેર સિસ્ટમમાં વધુ સુધારો કરવાનો છે. તે હેલ્થકેર જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવા માટે તૈયાર છે. આનાથી હેલ્થકેર સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ સુધી પહોંચવું સરળ બનશે. 

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન કેન્દ્ર સરકારની પાયલોટ પ્રોજેક્ટ યોજના છે. તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

national news narendra modi